પોરબંદર નગરપાલિકાએ સમયસર વેરો ભરવામાં અખાડા કરનાર આસામીઓથી માંડીને સંસ્થાઓ સામે પણ હવે કડક હાથે કામગીરી શ કરી છે ત્યારે શહેરની વર્ષો જુની શૈક્ષણિક સંસ્થા કે.એચ. માધવાણી કોલેજ દ્વારા ૬૮ લાખ પિયાનો વેરો ભરવામાં આવ્યો નહી હોવાથી પ્રિન્સિપાલની ચેમ્બર સીલ કરી દેવામાં આવી છે જ્યારે અન્ય ચાર કોમર્શીયલ મિલ્કતોને પણ નગરપાલિકાએ સીલ કરી છે.
માધવાણી કોલેજમાં પ્રિન્સિપાલની ચેમ્બર સીલ
પોરબંદરમાં નવયુગ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત વર્ષો જુની કે.એચ. માધવાણી કોલેજનો ૬૮ લાખ પિયાનો વેરો ભરવાનો બાકી હતો તેથી પોરબંદર નગરપાલિકાના તંત્રએ વારંવાર નોટીસ આપવા છતાં વેરો ભરપાઇ કરવામાં ગંભીરતા દાખવવામાં આવી ન હતી તેથી અંતે નગરપાલિકાએ આ મિલ્કતને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં વિદ્યાર્થીઓનું હિત ધ્યાને લઇને સમગ્ર કોલેજને સીલ મારવાના બદલે પોરબંદર નગરપાલિકાના તંત્રએ માત્ર પ્રિન્સિપાલની ચેમ્બરને સીલ માર્યુ હતુ.
ચાર કોમર્શીયલ મિલ્કત સીલ
પોરબંદરમાં લાંબા સમયથી વેરો બાકી હોય તેવી મિલ્કત સીલ કરવાની કામગીરી પાલિકા દ્વારા શ કરાઇ છે અને ચીફ ઓફિસર મનન ચતુર્વેદીના માર્ગદર્શન હેઠળ વેરા વસુલાત ઝુંબેશ કડક બનાવવામાં આવી છે. આઠ કરોડથી વધુ બાકી નીકળતી વેરાની વસુલાત કરવા અત્યાર સુધીમાં પાલિકાએ ૩૦થી વધુ મિલ્કત સીલ કરાઇ છે ત્યારે વધુ ચાર કોમર્શીયલ મિલ્કતને સીલ મારવામાં આવ્યુ હતુ. ટેકસ ઇન્સપેકટર વિપુલભાઇ ભટ્ટે જણાવ્યુ હતુ કે આજે હોટલ સિલ્વર પેલેસ, એક દુકાન, એક વખાર અને એક બંધ આઇસ ફેકટરી સીલ કરાઇ છે. આ તમામ મિલકતનો કુલ બાકી વેરો ા. ૧૦ લાખ અને ૨૦ હજાર છે. એ સિવાય એક કોમર્શીયલ મિલ્કત ધારકે બાકી નીકળતા ા. ૫૨,૦૦૦ સ્થળ પર ભરી આપતા તેની મિલ્કત સીલ કરાઇ ન હતી. અનેક મિલકત એવી છે કે જેને સીલ કર્યા ને ઘણો સમય વીતી ગયો છે તેમ છતાં વેરો ભરવામાં આવ્યો નથી. આથી પાલિકા દ્વારા આવી લાંબા સમયથી સીલ હોય તેવી મિલ્કતો ટાંચમાં લઇ હરરાજી કરવામાં આવશે તેવુ પણ તેઓએ જણાવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech