BREAKING NEWS

બાંધકામ વેસ્ટનો હિસાબ આપશો પછી જ મહાપાલિકા નવો બિલ્ડિંગ પ્લાન મંજૂર કરશે, જાણો વિગતે

  • December 26, 2025 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમા જુના બાંધકામો તોડયા બાદ બાંધકામ વેસ્ટ શહેરનાં ખાલી પ્લોટ પર ફેકી દેવામા આવી રહયો છે. જેનાં લીધે ન્યુસન્સ વધતા મનપાએ હવે જુના નિયમને કડક બાવી બાંધકામ વેસ્ટનો નિકાલ નાકરાવાડી ખાતે કરવાનાં નિયમો અમલી બનાવ્યા છે જેમા તમામ બાંધકામ વેસ્ટ મહાનગર પાલિકાનાં વજન કાંટે વજન કર્યા બાદ નિકાલ કરી બંને સ્થળની પાકી પહોંચ ટીપી વિભાગમા રજુ કરશે ત્યારે જ નવા બાંધકામની મંજુરી મળશે.


બાંધકામ પ્રવૃત્તિનો ખૂબ જ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસ કામો અને બાંધકામ પ્રવૃત્તિનો ખૂબ જ ઝડપથી વિકાસ થઈ રહેલ છે. જેના પરિણામે શહેરમાં ક્ધસ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટ પણ ખૂબ બહોળા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. આથી તેના કલેક્શન તથા યોગ્ય પદ્ધતિથી નિકાલની ખૂબ જ વિકટ સમસ્યા ઊભી થાય છે. કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન (સી ડી) વેસ્ટ રુલ્સ ૨૦૧૬ પ્રમાણે આ વેસ્ટનું કલેક્શન, સ્ટોરેજ તથા પ્રોસેસિંગ કરી યોગ્ય નિકાલ કરવો જરૂરી છે. જે અન્વયે આ અગાઉ ઉપરોક્ત સંદર્ભિત હુકમથી શહેરમાં ઉત્પન્ન થતા સી ડી વેસ્ટના નિકાલ અન્વયેની માર્ગદર્શિકા નિયત કરવામાં આવેલ. જેની વધુ અસરકારકતા તથા કાર્યક્ષમતા સાથે પરિણામલક્ષી કામગીરી થઇ શકે તે માટે હવે પછીથી નીચે જણાવ્યા મુજબની વિગતે અમલવારી કરવા હુકમ કરવામાં આવે છે.


નવું બાંધકામ શરુ કરવાનું રહેશે તેવો ઉલ્લેખ કરવાનો રહેશે

રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરમાં આવેલ હયાત/જુના બાંધકામ ધરાવતી ઈમારતોને સ્થાને નવું બાંધકામ કરવા માટેની બાંધકામ પરવાનગી ઇસ્યુ કરતા પહેલા હાલની વ્યવસ્થા મુજબ જે ડિમોલિશન ચાર્જ લેવામાં આવે છે તેની સાથે શહેરમાં આવેલ આવી જૂની ઈમારતોનું બાંધકામ માલિક/કબજેદાર/ડેવલપર દ્વારા દૂર કરવાથી કેટલો સી ડી વેસ્ટ ઉત્પન્ન થશે તે બાંધકામ પરવાનગી અર્થે પ્લાન સહીતની વિગતો રજૂ કરનાર પરવાનેદાર એન્જિનિયર /આર્કિટેકટ મારફત પ્રમાણિત કરાવી તેના જથ્થા મુજબ અને બાંધકામની પરવાનગીના પ્રકાર મુજબ આ ઉત્પન્ન થનાર સી ડી વેસ્ટને નાકરાવાડી ખાતે આવેલ સી ડી વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે નિકાલ કરવા માટેની ડિપોઝિટની રકમ પેટે રૂૂપિયા ૫૦૦૦/- (અંકે રૂૂપિયા પાંચ હજાર પુરા) વસુલવાની રહેશે. આ પ્રકારના તમામ કિસ્સાઓમાં ડીપોઝીટની રકમ જમા થયા બાદ જ ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શરતી બાંધકામ પરવાનગી આપવાની રહેશે, તથા સદરહુ શરતી બાંધકામ પરવાનગીમાં સંલગ્ન જૂની ઈમારતના સી ડી વેસ્ટને ટ્રાન્સપોર્ટ કરી સી ડી વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે મોકલી આપવામાં આવ્યાનું પ્રમાણિત થયા બાદ જ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા બાંધકામ પરવાનગી આપવામાં આવશે અને ત્યારબાદ જ અરજદાર દ્વારા નવું બાંધકામ શરુ કરવાનું રહેશે તેવો ઉલ્લેખ કરવાનો રહેશે.


નાકરાવાડી ખાતેના સી ડી વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે નીકાલ કરવાનો રહેશે

શરતી બાંધકામ પરવાનગી મેળવ્યા બાદ અરજદાર દ્વારા તેઓના જુના મકાન/ઈમારતના ડીમોલીશનને કારણે નીકળેલ સી ડી વેસ્ટને રાજકોટ મહાનગરપાલિકાના નાકરાવાડી ખાતે આવેલ સી ડી વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ પર મોકલવાની વ્યવસ્થા કરી નિકાલ કરવાનો રહેશે, તથા સી ડી વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતેથી આ અંગેની પહોંચ (રીસીપ્ટ)/પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે. સી. ડી. વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે શહેરમાંથી સી ડી વેસ્ટના નિકાલ અર્થે આવેલ મટીરીયલ અંગેનું રજીસ્ટર નિભાવવાનું રહેશે, તથા પ્લાન્ટ ખાતે સી ડી વેસ્ટ લઇને આવેલ તમામ વાહન તથા તેના સી ડી વેસ્ટના જથ્થાની નોંધ ઓનલાઈન નિયત એપ્લીકેશનમાં કરવાની રહેશે. પ્લાન્ટ ખાતે મેળવવામાં આવેલ સી ડી વેસ્ટ મટીરીયલની પહોંચ (રીસીપ્ટ)/પ્રમાણપત્ર આપવા અંગેની જરૂરી તમામ વ્યવસ્થા સી ડી વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટની એજન્સી દ્વારા કરવાની રહેશે. ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ઉપરોક્ત જણાવ્યા મુજબ જુના બંધકામ/ઈમારતના ડીમોલીશનને કારણે ઉત્પન્ન થયેલ સી ડી વેસ્ટને અરજદાર દ્વારા નાકરાવાડી ખાતેના સી ડી વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે નીકાલ કરવાનો રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News