જમ્મુ કાશ્મીરમાં શિક્ષણ વિભાગે તમામ શાળાઓને નિર્દેશ જરી કર્યેા છે કે સવારે સવારે શાળાઓમાં યોજાતી પ્રાર્થના સભાઓમાં રાષ્ટ્ર્રગાન અનિવાર્યપે વગાડવામાં આવે. સરકારે ધ્યાન દોયુ હતું કે આદેશ છતાં આ નિયમનું પાલન થતું ન હતું તેથી ફરી આ આદેશ જારી કરવામાં આવ્યો છે.
જમ્મુ કાશ્મીરની શાળાઓમાં હવેથી રોજ સવારે જન મન ગણ અધિનાયક ની ગુંજ સાંભળવા મળશે. રાય શિક્ષણ વિભાગે તમામ શાળાઓને ખાસ નિર્દેશ જારી કર્યા છે કે દરરજો સવારની પ્રાર્થનામાં રાષ્ટ્ર્રગીત વાગવું જ જોઈએ. શિક્ષણ વિભાગના સચિવે તમામ શાળાઓને ખાસ પરિપત્ર મોકલી ને આ સુચના આપી છે. આ પરિપત્રમાં કહેવાયું છે કે સવારની પ્રાર્થનામાં રાષ્ટ્ર્રગાન થવાથી વિધાર્થીઓમાં એકતા અને અનુશાશનની ભાવના વિકસે છે. જો કે બીજી તરફ એ પણ સામે આવ્યું છે કે કેન્દ્ર શાષિત પ્રદેશની શાળાઓમાં આ આદેશનું પાલન થતું જ નથી.
આ પરિપત્રમાં એવી પણ સુચના આપવામાં આવી છે કે બાળકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ આવે તે માટે તેમજ નશીલી ચીજો પ્રતિ જાગૃતિ કેળવાય તે માટે અમુક અતિથી વકતાઓ ને બોલાવવા જોઈએ, જેથી બાળકો ભટકે નહી. પરિપત્રમાં આવું પણ જણાવ્યું છે કે સવારની પ્રાથના સભા બાળકોમાં નૈતિક સમજદારી અને માનસિક શાંતિ વિકસાવે છે. આથી સવારની પ્રાર્થનામાં રાષ્ટ્ર્રગાન થવું અનિવાર્ય છે.
નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ નાબુદ કરાયાને ૫ વર્ષ વીતવા આવ્યા છે પરંતુ હજુ પણ આતંકવાદની સમસ્યામાંથી છુટકારો મળ્યો નથી. મોદીએ કશ્મીર ખીણમાં આતકં વિરોધી પ્રવૃતિઓને તેજ કરવા નિર્દેશ આપ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech