તા.24 ના રોજ બપોરે 3:00 કલાકથી તા.25 ફેબ્રુઆરી સવારે 9:00 કલાક સુધી ટાઉનહોલથી સાત રસ્તા સર્કલ સુધીનો માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંદ રહેશે: વાહનચાલકોએ વૈકલ્પિક રુટ તરીકે સાત રસ્તા સર્કલથી એસ.ટી.બસ સ્ટેન્ડ તરફ તથા ટાઉન હોલ-તીનબતી-અંબર સર્કલ તરફનો રૂટ ઉપયોગમાં લેવાનો રહેશે
આગામી તા.૨૪-૨૫/૦૨/૨૦૨૪ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જામનગર જિલ્લાના પ્રવાસ કાર્યક્રમમાં પધારનાર હોય, આથી જામનગર શહેરના ટાઉન હોલથી સાત રસ્તા સર્કલ સુધીના રૂટ પર કોઈ પણ જાતની અડચણ ઉભી ન થાય તે માટે તમામ પ્રકારના વાહનો માટે તા. ૨૪ અને ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ રસ્તો બંધ કરવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.
સદરહુ જગ્યાએ ટ્રાફીક જામની સ્થિતિ નિવારવા, ટ્રાફીકને વૈકલ્પીક રસ્તાઓ પર વાળવા, ગેરવ્યવસ્થા અટકાવવા તથા મહાનુભાવશ્રીની સલામતીની દ્રષ્ટિએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી.એન.ખેર દ્વારા જામનગર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩ (૧) (બ) અન્વયે તમામ પ્રકારના વાહનો માટે તા.૨૪/૦૨/૨૦૨૪ ના રોજ ૧૫:૦૦ કલાકથી તા.૨૫/૨/૨૪ ના રોજ ૦૯:૦૦ કલાક સુધી ટાઉન હોલથી સાત રસ્તા સર્કલ સુધીના બંને સાઈડના રોડ પર પ્રવેશ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.આ માર્ગના વૈકલ્પિક રૂટ તરીકે વાહનચાલકોએ સાત રસ્તા સર્કલથી લઈ એસ.ટી. બસ સ્ટેન્ડ તરફનો રૂટ તથા ટાઉન હોલ-તીનબતી- અંબર સર્કલ તરફનો રૂટ ઉપયોગમાં લેવાનો રહેશે.
ઈમરજન્સી સેવામાં રોકાયેલ એમ્બ્યુલન્સ, એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ, કાર્યક્રમ અન્વયે ફરજમાં હોય તેવા વાહનો તથા ફાયર સર્વિસ તેમજ સદરહુ રસ્તા પર આવેલ સરકારી વસાહતમાં રહેતા લોકોને ખરાઈ કરી અવરજવર માટે બંદોબસ્ત ઈન્ચાર્જના સંકલનમાં રહી જરૂર જણાયે મુક્તિ આપવાની રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech