ગીરસોમનાથ કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ ક્ષેત્રિય મુલાકાત દરમ્યાન દબાણ દૂર કરવાની સૂચના આપતા કરોડો પિયાની સરકારી જમીન પરનું દબાણ દુર થયું. ઉનાના વરસિંગપુર ગામે સ્વેચ્છાએ લોકોએ ૭૪ લાખની જમીન પરનું દબાણ દૂર કયુ હતું. તેમજ ગીરગઢડાના જૂના ઉગલા ગામે આશરે ૯ કરોડ ૫૦ લાખની ૨,૩૪,૯૭૦ ચો.મી. જમીન પરનું દબાણ ખુલ્લ ું કરવામાં આવ્યું હતું.
ઉના તાલુકાની જીલ્લ ા કલેકટરની મુલાકાત દરમિયાન તાલુકાના ગામોએ રોડ પરના તમામ દબાણો, જાહેર સ્થળો અને રસ્તાઓ પર નડતરરૂપ વિવિધ હંગામી દબાણો દૂર કરવા સૂચના આપી હતી. જે લઇ ઉના તાલુકાના વરસિંગપુર ગામે વસીપુર–રાતડ જાહેર રસ્તાની બંને સાઈડના ગામતળ, ગૌચરની ૪૯૭૦ ચો. મી. જમીન કુલ કિંમત પિયા ૭૪ લાખ ૫૫ હજારની કિંમતની સરકારી જમીન ખુલ્લ ી કરવામાં આવી હતી.
તેમજ ગીરગઢડા તાલુકાના જુના ઉગલા ગામે ગૌચરની જમીન પરના દબાણ દૂર કરવાની કાર્યવાહી છેલ્લ ા ત્રણેક દિવસથી ચાલુ છે. જે અંતર્ગત આજરોજ કુલ ૨૯ દબાણદારો દ્રારા દબાણ કરવામાં આવેલ કુલ ૨,૩૦,૦૦૦ ચો.મી. જમીન જેની કિંમત આશરે . ૫ કરોડ ૬૦ લાખની જમીન ખુલ્લ ી કરવામાં આવી હતી. આમ જુના ઉગલા ગામે અત્યાર સુધીમાં કુલ ૮૦ દબાણદારો દ્રારા દબાણ કરેલ આશરે ૩૯૧૫૦૦ ચો.મી. જમીન જેની કિંમત આશરે . ૯ કરોડ ૫૦ લાખની જમીન ખુલ્લ ી કરાવવામાં આવી છે. આગામી દિવસોમાં પણ બાકી રહેલ દબાણ ખુલ્લ ું કરવાની કામગીરી ચાલુ રહેશે તેવુ જણાવેલ હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech