વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની બે દિવસીય મુલાકાતે છે. છેલ્લા 45 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાન દ્વારા પોલેન્ડની આ પ્રથમ મુલાકાત છે. PM મોદીએ ગુરુવારે પોલેન્ડના વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. આ દરમિયાન મોદીએ ભારત અને પોલેન્ડ વચ્ચેના જૂના સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ દરમિયાન ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે પોલેન્ડનો આભાર માન્યો હતો. ભારતીય વડાપ્રધાને યુક્રેન અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. PM મોદીએ કહ્યું હતું કે યુદ્ધના મેદાનમાં સમસ્યાનો ઉકેલ ન આવે.
પીએમ મોદીએ કહ્યું, તમે લાંબા સમયથી ભારતના સારા મિત્ર છો. ભારત અને પોલેન્ડ વચ્ચેની મિત્રતાને મજબૂત બનાવવામાં તમે ઘણું મોટું યોગદાન આપ્યું છે. ભારત અને પોલેન્ડના સંબંધોમાં આજનો દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. આજે 45 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન પોલેન્ડની મુલાકાતે આવ્યા છે. મને મારા ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં આ સૌભાગ્ય મળ્યું છે. આ પ્રસંગે હું પોલેન્ડની સરકાર અને લોકોનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. 2022 માં યુક્રેન કટોકટી દરમિયાન ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં તમે જે ઉદારતા દર્શાવી હતી તે અમે ભારતીયો ક્યારેય ભૂલી શકતા નથી.
અમે અમારા રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'આ વર્ષે અમે અમારા રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. આ અવસર પર અમે સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં બદલવાનો નિર્ણય લીધો છે. ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધો લોકશાહી અને કાયદાના શાસન જેવા સહિયારા મૂલ્યો પર આધારિત છે.
યુક્રેન અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ ઊંડી ચિંતાનો વિષય છે
મોદીએ કહ્યું, 'યુક્રેન અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલ સંઘર્ષ આપણા બધા માટે ઊંડી ચિંતાનો વિષય છે. ભારત દ્રઢપણે માને છે કે યુદ્ધના મેદાનમાં કોઈપણ સમસ્યાનું સમાધાન થઈ શકતું નથી. તેમણે કહ્યું કે, કોઈપણ સંકટમાં નિર્દોષ લોકોનું મોત સમગ્ર માનવતા માટે સૌથી મોટો પડકાર બની ગયો છે. અમે શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે સંવાદ અને મુત્સદ્દીગીરીનું સમર્થન કરીએ છીએ. આ માટે ભારત તેના મિત્ર દેશો સાથે મળીને તમામ શક્ય સહયોગ આપવા તૈયાર છે.
ભારતીય વડાપ્રધાને કહ્યું કે, ભારત અને પોલેન્ડ આંતરરાષ્ટ્રીય મંચ પર પણ ગાઢ સંકલનથી આગળ વધી રહ્યા છે. અમે બંને સંમત છીએ કે વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારા એ સમયની જરૂરિયાત છે. અમે પોલિશ કંપનીઓને 'મેક ઇન ઇન્ડિયા'માં જોડાવા માટે આમંત્રિત કરીએ છીએ. PMએ કહ્યું, ભારતે ફિનટેક, ફાર્મા, સ્પેસ જેવા ક્ષેત્રોમાં ઘણી સિદ્ધિઓ મેળવી છે. પોલેન્ડ સાથે આ ક્ષેત્રોમાંના અમારા અનુભવને શેર કરવામાં અમને આનંદ થશે.
'પોલેન્ડ જાન્યુઆરી 2025માં યુરોપિયન યુનિયનનું પ્રમુખપદ સંભાળશે'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'પોલેન્ડ જાન્યુઆરી 2025માં યુરોપિયન યુનિયનનું પ્રમુખપદ સંભાળશે. મને વિશ્વાસ છે કે તમારો સહયોગ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. પોલેન્ડમાં ઇન્ડોલોજી અને સંસ્કૃતની ખૂબ જ જૂની અને સમૃદ્ધ પરંપરા છે. ભારતીય સંસ્કૃતિ અને ભાષાઓ પ્રત્યેની અમારી ઊંડી રુચિએ અમારા સંબંધોનો મજબૂત પાયો નાખ્યો છે. મેં ગઈકાલે આપણા લોકો વચ્ચેના ઊંડા સંબંધોનું પ્રત્યક્ષ અને જીવંત ઉદાહરણ જોયું.
પીએમે કહ્યું, 'મને કોલ્હાપુરના મહારાજાની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપવાનો લહાવો મળ્યો. મને ખુશી છે કે આજે પણ પોલેન્ડના લોકો તેમની પરોપકારી અને ઉદારતાનું સન્માન કરે છે. તેમની સ્મૃતિને અમર બનાવવા અમે ભારત અને પોલેન્ડ વચ્ચે જામ સાહેબ નવાનગર યુથ એક્શન પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યા છીએ. દર વર્ષે પોલેન્ડના 20 યુવાનોને ભારતના પ્રવાસે લઈ જવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMચેટજીપીટીની મદદથી રસોયાએ લખી હતી ‘મિસ્ટર ઇન્ડિયા 2’ ની સ્ક્રિપ્ટ
May 02, 2025 11:59 AMભૂતનીને જોરદાર ઝટકો, પહેલા જ દિવસે ધોબીપછાડ
May 02, 2025 11:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech