લાલપુર બાયપાસ રોડ પર સૂતા-સૂતા બાઈક ચલાવી સ્ટંટ કરનારને પોલીસે પાઠ ભણાવ્યો

  • March 29, 2024 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક લાલપુર બાયપાસ રોડ પર સૂતા સૂતા બાઇક ચલાવી સ્ટંટ કરનાર ને પોલીસે પાઠ ભણાવ્યા છે, અને તેની સામે ગુનો નોંધ્યો છે.



જામનગરના રામનગર વિસ્તારમાં સલીમ બાપુના મદ્રેસા પાસે રહેતો જાવીદ ખાલિદભાઈ ચમડીયા નામનો ૧૮ વર્ષનો શખ્સકે જે ગઈકાલે બપોરે ચારેક વાગ્યાના અરસામાં લાલપુર બાયપાસ ચોકડી થી જામનગર તરફ પોતાનું બાઈક લઈને આવી રહ્યો હતો, અને અન્ય રાહદારીઓની જિંદગી જોખમાય તે રીતે બાઈક પર સુતા સુતા સ્ટંટ કરીને આવી રહ્યો હતો.



 જે અંગે પોલીસને ધ્યાનમાં આવતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસે તેની અટકાયત કરી લીધી હતી, અને બાઈક કબજે કર્યું છે.  જ્યારે તેની સામે પંચકોથી બી. ડિવિઝન પોલીસ મથકમાં આઇપીસી કલમ ૨૭૯, એમ.વી.એક્ટ ૧૮૩,૧૮૪-૩) અને ૧૮૧ મુજબ ગુનો નોંધ્યો છે,



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application