ભારતીય શેરબજારમાં થોડા દિવસોની સ્થિરતા બાદ આજે ફરી ઉથલ-પાથલ જોવા મળી રહી છે. સેન્સેક્સમાં 1033 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો અને તે ૭૩,૫૭૯ના સ્તરે ટ્રેડ થયો હતો. જયારે નિફ્ટી પણ 22300ની નીચે આવી ગયો છે જેમાં ૩૨૧ પોઈન્ટનો ઘટાડો થયો હતો અને તે ૨૨,૨૨૪ના સ્તર પર ટ્રેડ થયો હતો. આ મોટો ઘટાડો એવા સમયે આવ્યો છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર મેક્સિકો, કેનેડા અને ચીન પર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. વૈશ્વિક બજારમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે.
રિલાયન્સ અને એચડીએફસી બેંક સિવાય, બીએસઈના તમામ ટોચના 30 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌથી મોટો ઘટાડો ઇન્ડસઇન્ડ બેંકમાં 4.50 ટકાનો જોવા મળ્યો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડા પર 4 માર્ચથી લાગુ પડતા ટેરિફની જાહેરાત કરી છે. જયારે ચીન પર ટેરિફમાં વધુ વધારો કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત પછી, એનવિડીયામાં રાતોરાત 8.5 ટકાના ઘટાડાએ નાસ્ડેકને નીચે લાવી દીધું. તેની અસર આજે એશિયન બજાર પર જોવા મળી હતી અને હવે ભારતીય બજાર પણ મોટા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે.
આ ઉપરાંત ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઇન્ડસઇન્ડ બેંક જેવા શેરોમાં ભારે ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. મિડકેપ અને સ્મોલકેપમાં પણ વેચવાલી જોરદાર છે.
ચંબલ ફર્ટિલાઇઝરના શેરમાં લગભગ 7 ટકા, રેડિંગ્ટનના શેરમાં 6.8 ટકા, ક્રેડિટ એક્સેસના શેરમાં 6 ટકા, પતંજલિ ફૂડના શેરમાં 10 ટકા, ઇરેડાના શેરમાં 7 ટકા, હેક્સાકોમના શેરમાં લગભગ 5 ટકા, ઇન્ફો એજના શેરમાં લગભગ 6 ટકા, ટેક મહિન્દ્રાના શેરમાં 5 ટકા, ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં 4.50 ટકા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં લગભગ 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો.
ટાટા મોટર્સ, એસબીઆઈ સહિતના શેરમાં ઘટાડો
એચસીએલ ટેકના શેર 1.43 ટકા, ટાટા મોટર્સ 1.18 ટકા, બજાજ ફાઇનાન્સ 1.15 ટકા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 1.08 ટકા, બજાજ ફિનસર્વ 1.04 ટકા, ઇન્ફોસિસ 1.01 ટકા, પાવર ગ્રીડ 0.94 ટકા, ઝોમેટો 0.89 ટકા, અદાણી પોર્ટ્સ 0.86 ટકા, ટીસીએસ 0.85 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 0.84 ટકા, નેસ્લે ઇન્ડિયા 0.79 ટકા, ભારતી એરટેલ 0.77 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.72 ટકા, કોટક મહિન્દ્રા બેંક 0.70 ટકા, ટાઇટન 0.69 ટકા, સન ફાર્મા 0.65 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક 0.56 ટકા, એક્સિસ બેંક 0.55 ટકા, એચડીએફસી બેંક 0.42 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.29 ટકા, આઈટીસી 0.25 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 0.02 ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેર 0.01 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech