કેન્દ્રીયમંત્રી નિમુબેન બાંભણીયા તથા જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ: ૧૬ દંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડયા: લગ્નગ્રંથિથી જોડાનારા જ્ઞાતિના દંપતિઓને અનેક કરિયાવર અપાયો
જામનગરમાં સમસ્ત કોળી તળપદા સમાજ (કતપર વાળા) દ્વારા જ્ઞાતિના પ્રમુખ હિતેશભાઈ નરશીભાઈ બાંભણીયાની આગેવાની હેઠળ નાગેશ્વર (જામનગર) ખાતે દસમા સમૂહ લગ્નોત્સવ નુ તા. ૨૩.૦૩.૨૦૨૫ ના રોજ સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૬ નવદંપતીઓ એ પ્રભુતામાં પગલા માંડ્યા હતા.
આ સમૂહ લગ્નોત્સવમાં દીકરીઓ ને અનેકો અનેક વસ્તુઓ કરિયાવર માં આપવામાં આવી હતી. જ્યારે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા અને જામનગર શહેર ભાજપના પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના અનેક મહાનુભાવો એ ઉપસ્થિત રહીને નવ દંપત્તિને આશીર્વચન પાઠવ્યા હતા. સાથોસાથ જ્ઞાતિજનો માટે સમૂહપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સમસ્ત તળપદા કોળી સમાજ (કતપર વાળા) જામનગરના પ્રમુખ હિતેશભાઈ નરશીભાઈ બાંભણિયા કે જેઓ દ્વારા સમસ્ત તળપદા કોળી સમાજના સમુહ લગ્નનું છેલ્લા નવ વર્ષથી સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે, અને આ વખતે સતત ૧૦ માં વર્ષે પણ જ્ઞાતિજનો માટે આ સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો, અને ૧૬ નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. તે માટે યોજાયેલા લગ્નના સમારોહમાં નવદંપતીઓને આશીર્વચન આપવા સમારંભના અતિથી વિશેષ તરીકે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી અને ભાવનગર લોકસભાના સાંસદ નીમુબેન બાંભણીયા તેમજ જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, રાજુલા-જાફરાબાદ ના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ના પ્રતિનિધિ તરીકે તેમના પુત્ર ભાવેશભાઈ સોલંકી, અખિલ ગુજરાત લોહાણા સમાજ ના પ્રમુખ જીતેન્દ્રભાઈ લાલ (જીતુ લાલ), જામનગરના આહીર અગ્રણી જીતભાઈ માડમ, ગુજરાત પ્રદેશભાજપ સદસ્ય અશોકભાઈ ગોહિલ, નગરના કોર્પોરેટર જીતેશભાઈ શીંગાળા, જડીબેન સરવૈયા, અને દયાબેન પરમાર, ઉપરાંત અનિલભાઈ એમ. રાઠોડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમૂહ લગ્નોત્સવમાં અનેક યુવા મંડળો, મહિલા મંડળો વગેરે સ્વયંસેવકો એ સેવાઆપી હતી,જે સૌનો પ્રમુખ હિતેશભાઈ બાંભણીયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ લગ્ન સમારોહની સાથે સાથે જ્ઞાતિજનો અને મહેમાનો માટેના સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા.
સતત દસમા વર્ષે સફળતા પૂર્વક સમૂહ લગ્નોત્સવ નુ આયોજન કરી સમાજને સામાજિક રીતે એક સૂત્રે જોડી રાખવાનું ખરા અર્થમાં કામ કરી રહેલા પ્રમુખ હિતેશભાઈ બાંભણીયા ને સર્વે આમંત્રિતો તથા નવદંપતિના પરિવારજનો વગેરેએ શુભકામનાઓ પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિન્દ્રાના શો રૂમમાં તોડફોડની ઘટના
May 02, 2025 12:50 PMજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech