BREAKING NEWS

યુવતી સમજીને જેની સાથે લગ્ન કર્યા તે કિન્નર પાછળ પડી જતા હત્યા કરી નાખી, શાપરમાં સ્ત્રીવેશમાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો

  • July 01, 2026 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાપરમાં સ્ત્રી વેશમાં મળી આવેલી લાશનો ભેદ શાપર પોલીસે ઉકેલી નાખી હાલ શાપરમાં રહેતા મૂળ યુપીના શખસને ઝડપી લીધો હતો. સ્ત્રી સમજી જેની સાથે લગ્ન કર્યા હતાં તે કિન્નર નીકળતા ડખા શરૂ થયા હતા બાદમાં આ કિન્નર આરોપીનો પીછો ન છોડતા તેને મારમારી પથ્થરના ઘા ફટકારી હત્યા કરી નાખી હતી.


ગત તા. 24 જૂનના શાપર વેરાવળમાં મસ્કત ફાટક પાસેથી રેલ્વે ટ્રેક નજીક ઓમ ઓટો કારખાના પાસે અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગેની જાણ થતા શાપર વેરાવળ પોલીસ મથકના સ્ટાફે તાકીદે અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું હતું. જેનો રિપોર્ટ આવ્યા બાદ યુવકનું મોત કુદરતી રીતે નહીં પરંતુ તેના માથા અને શરીરના ભાગે બોથડ પદાર્થના ઘા ફટકારી તેની હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.


બનાવને લઇ રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર સાહેબ નાઓએ સુચના કરેલ હોય જેના અનુસંધાને ડીવાઅયેસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ શાપર પીઆઇ આર.બી.રાણા તથા ટીમે તપાસ હાથ ધરી આરોપી પીયુષકુમાર બબલુ ખરવાર જાતે કશ્યપ (ઉ.વ.૨૦ રહે હાલ પીરામીડ કારખાનામા પડવલા તા-કોટડા સાંગાણી જી રાજકોટ મુળ રહે. સુનવાલી ગામ થાના કરમદિનપુર જી ગાજીપુર ઉત્તરપ્રદેશ) ને ઝડપી લીધો હતો.


પોલીસે જણાવ્યું હતું કે, લાશની ઓળખ કરવા હ્યુમન તેમજ ટેક્નીકલ સોર્સ તેમજ સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરતા પડવલા ખાતે આવેલ પીરામીડ કારખાનામા કામ કરતા પીયુષકુમાર પુછતાછ કરતા પોતે હકીકત જણાવેલ કે, આ કામે મરણજનારનુ નામ ચંદનકુમાર હતુ. આ કામનો આરોપી આશરે ત્રણેક વર્ષ પહેલા હૈદરાબાદ ખાતે હતો ત્યારે ફેસબુકમા નીશા કુમાર નામની ફેસબુક આઇ.ડી.થી તથા પૂનમ નામના ઇન્સ્ટાગ્રામ આઇ.ડી થી આ મૃતક સાથે મીત્રતા થઇ હતી બાદ આ મૃતક પોતે હૈદરાબાદ ખાતે આવેલ અને પોતાનુ નામ પુનમ જણાવેલ બાદ બન્નેએ હૈદરાબાદ ખાતે આરોપીએ મૃતક સાથે તેના સેંથામાં સીંદુર પૂરી લગ્ન કર્યા હતા. આરોપી પીયુષ આ પૂનમ સાથે શરીર સબંધ બાંધવા જણાવતો ત્યારે તે વૈષ્ણોદેવી ખાતે મન્નત છે મારી મન્નત પુરી થશે બાદ આપણે શરીર સબંધ બાધીશું બાદ આ કામના આરોપી પીયુષને શંકા જતા તપાસ કરતા પૂનમ કિન્નર હોવાનુ અને તેનું નામ ચંદન હોવાનું માલુમ પડયું હતું.


બાદમાં બન્ને વચ્ચે ઝઘડો થતા આરોપી હૈદરાબાદથી પોતાના વતનમા જતા રહેલ હતા જ્યા પણ આ ચંદન તેનો પીછો કરી તેના ઘરે પહોચી ગયેલ તથા તેની સાથે જ રહેવાની જીદ કરી તેની સાથે ઝઘડો કરેલ તથા આરોપીના બહેનના લગ્ન પ્રસંગમાં પણ આરોપીની બહેન સાથે ઝઘડો કરી મને ઘરમાં રહેવા દેશો તો જ આ લગ્ન થવા દઇશ તેમ કહી પરીવારના સભ્યો સાથે પણ ઝધડો કરેલ બાદ આ પીયુષ રાજસ્થાનના ભીવંડી વિસ્તારના ધડા ગામ ખાતે જતો રહ્યો હતો. થોડા દિવસ બાદ ચંદન ત્યા પણ તેનો પીછો કરી પહોચી ગયેલ અને ત્યા પિયુષ સાથે ઝઘડો કરી તેના પ્રાઇવેટ પાર્ટ ઉપર ઇજા કરી હતી. પરંતુ મામલો વધુ ન બગડે અને નોકરી ગુમાવવી ન પડે તે માટે ચંદનને પોતાની સાથે રહેવા દીધેલ પરંતુ આ સમય દરમિયાન પણ તે સતત આરોપી સાથે મારામારી તથા ઝઘડા કરતો હોય જેથી એક દિવસ રાત્રે ચંદન સુતો હોય ત્યારે આરોપીએ તેના કપડા કાઢી વિડિયો બનાવી લઇ ચંદન જાગતા તેને વિડિયો બતાવી કહેલ કે તું તો સ્ત્રી નથી તેમ કહેતા ચંદન એકદમ ઉશ્કેરાઇ જઇ પીયુષનો મોબાઇલ હાથમાથી જુટવી લઇ તોડી નાખેલ અને પીયુષને માર મારેલ જેથી પિયુષ કોઇપણ રીતે રાજસ્થાનથી નીકળી ગયો હતો.


બાદમાં આરોપી તેનો નાનો ભાઇ સત્યમ ખરવાલ શાપર (વે.) પોલીસ સ્ટેશન વિસ્તારના પડવાલાના એક કારખાનામા કામ કરતો હોય તા-૦૪/૦૬/૨૦૨૬ ના રોજ કોઇ પણ વ્યક્તીને જાણ કર્યા વગર આવી ગયેલ પરંતુ આ ચંદને તેનુ સરનામુ કોઇ પણ રીતે મેળવી લઇ ગઇ તા-૨૧/૦૬/૨૦૨૬ ના રોજ બપોરના સમયે પડવલા કારખાનામા આવી ઉપરની ઓરડીમા જ્યા પીયુષ આરામ કરતો હતો ત્યા આવી સીધી જ મારા મારી શરૂ કરી દેતા પિયુષે સામે મારામારી કરેલ અને આ ચંદનને અર્ધ બે-ભાન કરી તેને કારખાનેથી હાથ પકડી રેલ્વેના ટ્રેક પર લઇ પડવાલાથી શાપર બાજુ આવતા ટ્રેક પાસે આવાવરૂ જગ્યા પર એક ખાડામા પાડી દઇ તેના માથા પર તથા મોઢા ઉપર મોટા પથ્થરથી જીવલેણ ઇજાઓ પહોચાડી હત્યા કરી લાશ ઉપર પથ્થર મુકી ફરીથી કામ કરતો હતો તે જગ્યાયે પરત થઇ રાબેતા મુજબ કામે લાગી ગયો હતો.

હત્યાના આ બનાવનો ભેદ ઉકેલવામાં શાપર પીઆઇ આર.બી.રાણા તથા પીએસઆઇ એસ.આર.પંડયા,તથા વી.જી.જેઠવા તથા એ.એસ.આઇ.ક્રિપાલસિંહ રાણા,દીવ્યરાજસિંહ સરવૈયા, હેડ કોન્સ.મહેન્દ્રભાઇ ધાધલ, દીનેશભાઇ ખાટરીયા સહિતના સાથે રહ્યા હતાં.


આરોપીના બહેનના લગ્નમાં આવીને પણ ઝડઘો કર્યો, યુવકના ગુપ્તભાગે ઇજા પહોંચાડી

પૂનમ કિન્નર હોવાની જાણ થયા બાદ બન્ને વચ્ચે ઝઘડો થતા આરોપી હૈદરાબાદથી પોતાના વતનમા જતા રહેલ હતા જ્યા પણ આ ચંદન તેનો પીછો કરી તેના ઘરે પહોચી ગયેલ તથા તેની સાથે જ રહેવાની જીદ કરી તેની સાથે ઝઘડો કરેલ તથા આરોપીના બહેનના લગ્ન પ્રસંગમાં પણ આરોપીની બહેન સાથે ઝધડો કરી મને ધરમાં રહેવા દેશો તો જ આ લગ્ન થવા દઇશ તેમ કહી પરીવારના સભ્યો સાથે પણ ઝધડો કર્યો હતો. એટલું જ નહીં એક વખત તેને મારમારી ગુપ્તભાગે ઇજા પહોંચાડી હતી.


શાપર પહોંચી કિન્નરે સીધી જ આરોપી સાથે મારકૂટ કરતા પતાવી દીધો

કિન્નરચંદને તેનુ સરનામુ કોઇ પણ રીતે મેળવી લઇ ગઇ તા-૨૧/૦૬/૨૦૨૬ ના રોજ બપોરના સમયે પડવલા કારખાનામા આવી ઉપરની ઓરડીમા જ્યા પીયુષ આરામ કરતો હતો ત્યા આવી સીધી જ મારા મારી શરૂ કરી દેતા પિયુષે સામે મારામારી કરેલ અને આ ચંદનને અર્ધ બે-ભાન કરી દીધો હતો. બાદમાં પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application