BREAKING NEWS

વિદેશથી ભારત પરત આવેલા યુવકે કાલી માંના મંદિરમાં જઈ જીભ કાપી

  • August 03, 2026 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
સમજ પૂર્વકની ભક્તિ કે સાધના અલગ બાબત છે પરંતુ વધુ પડતી અંધશ્રદ્ધાથી તો જીવન ક્યારેકને ક્યારેક જોખમમા મુકાય જ જાય. ઓડિશાના ગંજમ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જિલ્લાના બેગુનિયાપારા બ્લોકના હંસ્તુલી ગામમાં કાલી મા મંદિરમાં આવીને એક યુવકે પોતાની જીભ કાપી નાખી. રવિવારે સવારે ગ્રામજનોએ તેને મંદિરની સીડી પાસે લોહીથી લથપથ અને ગંભીર હાલતમાં પડેલો જોયો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તબીબોએ તેને સારવાર આપી જીવ બચાવ્યો છે. અહેવાલો અનુસાર, હંસ્તુલી ગામના રહેવાસી કિરણ પાત્રા શનિવારે મોડી રાત્રે ગામની સીમમાં આવેલા કાલી મા મંદિરમાં ગયા હતા. એવો આરોપ છે કે તેમણે ત્યાં તીક્ષ્ણ હથિયારથી પોતાની જીભ કાપી નાખી હતી. ઘટના બાદ, તે મંદિરની સીડી પાસે પડી ગયો.

જ્યારે સ્થાનિક લોકો રવિવારે સવારે મંદિર પહોંચ્યા, ત્યારે તેમને યુવાન ગંભીર હાલતમાં લોહીના ખાબોચિયામાં પડેલો જોવા મળ્યો. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ એમ્બ્યુલન્સ યુવાનને ખલ્લીકોટ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર લઈ ગઈ.હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધા બાદ, ડોક્ટરોએ તેની હાલત ગંભીર ગણાવી અને તેને બ્રહ્મપુરનીએમકેસીજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ રિફર કર્યો. યુવાન હાલમાં સારવાર હેઠળ છે.

યુવાન ચાર દિવસ પહેલા જ વિદેશથી પાછો ફર્યો હતો

પ્રાથમિક માહિતી મુજબ, યુવાન ચાર દિવસ પહેલા વિદેશથી પોતાના ગામ પાછો ફર્યો હતો. જો કે, તેના આત્યંતિક પગલાનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી. તે આત્મહત્યાનો પ્રયાસ હતો કે અંધશ્રદ્ધા તે પણ સ્પષ્ટ નથી. ઘટનાની માહિતી મળ્યા બાદ, પોલીસે તપાસ શરૂ કરી છે. તેઓ એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે યુવકે કૌટુંબિક વિવાદને કારણે આ પગલું ભર્યું હતું કે અન્ય કોઈ કારણસર. ઘટનાનું સાચું કારણ તપાસ પૂર્ણ થયા પછી જ બહાર આવશે.આ ઘટનાએ વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી છે, અને લોકો તેને અંધશ્રદ્ધા સાથે પણ જોડી રહ્યા છે. જોકે, યુવકે આ પગલું કેમ ભર્યું તે હાલમાં સ્પષ્ટ રીતે કહી શકાય નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application