જામનગરના યુવાઓ ઉત્સાહ સાથે પોતાનો પ્રથમ વોટ આપી રહ્યા છે

  • May 07, 2024 09:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં સવારના ૭:૦૦ વાગ્યાથી જ મત આપવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને જે યુવાઓએ ૧૮ વર્ષ પૂર્ણ કર્યા છે તેઓ મત આપી પોતાની ફરજ નિભાવી રહ્યા છે.


જામનગરના એ.કે.દોશી મહિલા કોલેજ મતદાન મથક ખાતે સવારે ૭:૦૦ વાગ્યે પોતાનો પ્રથમ વોટ આપવા આવેલ પ્રિયાંશી મહેતાએ જણાવ્યું હતું કે વહેલી સવારે જાગીને મે પ્રથમ વખત મતદાન  કર્યું છે. આ સેન્ટર પર તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. રેડ કારપેટ, પીવાનું પાણી, બેસવાની સુવિધાઓ, સિનિયર સિટિઝન માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રના વિકાસ માટે આપણે સૌએ મતદાન કરવું જોઈએ. તેમજ યુવાઓને અવશ્ય મતદાન કરવા માટે તેણી દ્વારા અપીલ કરવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application