BREAKING NEWS

રાવકી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં 21 મોબાઇલની ચોરીનો ભેદ ખુલ્યો

  • October 16, 2025 03:00 PM 
રાજકોટ ગ્રામ્યના લોધિકા પંથકમાં આવેલા રાવકી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલા વિશાલ ફાઉન્ડરી નજીકના જુદા જુદા કારખાનાઓમાં રહેતા શ્રમિકોની ઓરડીમાંથી કોઈ અજાણ્યા તસ્કરો અલગ-અલગ ઓરડીઓમાંથી 21 જેટલા 52 હજારની કિંમતના મોબાઈલ ચોરી કરી લઈ ગયાની લોધિકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ એક આરોપીને જામનગર રોડ પથીકાશ્રમ નજીક 10 મોબાઇલ સાથે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના મવડી ગામમાં આવેલ રીયલ પ્રાઇમમાં રહેતા અને રાવકી ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ વિશાલ ફાઉન્ડરીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા નોકરી કરતા દિવ્યેશભાઈ મોહનભાઈ સોજીત્રા ઉંમર વર્ષ 38 વાળાએ લોધીકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


ફરિયાદીમાં દિવ્યેશભાઈ ના જણાવ્યા મુજબ ગત તારીખ 13/ /10/ 2025 ના મોડી રાત્રી દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો લોધીકા પંથકના રાવકી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલ વિશાલ ફાઉન્ડરી નજીકના અલગ અલગ કારખાના ઓની ઓરડીમાં રહેતા શ્રમિકો પોતાની ઓરડીમાં સુતા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા શખશો મજૂરોને નિંદ્રામાં સુતા જોઈ અલગ અલગ ઓરડીઓમાંથી શ્રમિકના 52,200 ની કિંમત ના 21 જેટલા મોબાઈલ ચોરી કરી લઈ ગયા હતા.

આ અંગે સવારે જાગેલા શ્રમિકોના ધ્યાનમાં આવ્યું હતું કે પોતાની ઓરડીમાં થી કોઈ અજાણ્યા શખશો મોબાઈલ ચોરી ગયા છે જેથી અન્ય મજૂરો અને આ અંગે વાત કરતા બીજા મજૂરો ના પણ મોબાઈલ ચોરી થયાનું ધ્યાને આવતા આ અંગે વિશાલ ફાઉન્ડ્રીના સુપરવાઇઝર દિવ્યેશભાઈ સોજીત્રાને વાત કરી હતી.


જેથી દિવ્યેશભાઈએ વિશાલ ફાઉન્ડરીમાં લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરતા મજૂરોની ઓરડી નજીક રાત્રિ દરમિયાન બે અજાણ્યા શખ્સો હિલચાલ કરતા હોવાનું કેમેરામાં કેદ થઈ જતા આ અંગે લોધિકા પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો.


આ ગુનામાં સંડોવાયેલા રાજકોટના જંગલેશ્વર નજીક એકતા કોલોનીમાં રહેતા અલ્તાફ ઉર્ફે ફોટો ઊઠે દુડી મુનીમભાઈ શેખ ઉમર 19 વાળા ને જામનગર રોડ પર પથિકાશ્રમ નજીક ઝડપી ક્રાઈમ બ્રાન્ચે ચોરીના 10 મોબાઇલ કિંમત રૂપિયા 50,000ના મુદ્દા માલ સાથે ઝડપી પૂછપરછ હાથ ધરતા અન્ય એક સાગરીત જંગલેશ્વરનો સદામ જાવીદ અન્સારી પણ સાથે હોવાનું અને 11 મોબાઈલ તેની પાસે હોવાની કબુલાત આપતા તેની શોધખોળ શરૂ કરી છે તેમજ ઝડપાયેલા હલતા પૂર્વે છોટુ નો કબજો લેવા લોધિકા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application