રાજકોટ જિલ્લાના ભાયાવદર પોલીસ મથક વિસ્તારમાં આવેલા ગધેથળ ગામે રહેતો પરિવાર ગામમાં ભાગવત સપ્તાહ નિમિત્તે રાખેલા ભજન કાર્યક્રમ માં ગયા હતા, ત્યારે બંધ મકાનની બારીની ગ્રીલ તોડી કોઈ અજાણ્યા શખશો મકાનમાંથી કબાટમાં રાખેલ તિજોરીના લોક તોડી સોના અને ચાંદીના દાગીના રોકડ સહિત કુલ 2.85 લાખની માલમતા ચોરી કરી લઈ ગયાની ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સુત્રો માંથી મળતી વિગતો મુજબ ભાયાવદર પોલીસ મથક વિસ્તારમાં આવેલા ગધેથળ ગામે રહેતા અને ખેત મજૂરી કરતા અતુલભાઇ ઉગાભાઇ વાસકિયા એ ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ અતુલભાઇ વાસકિયા 35 વાળા ગધેથળ ગામના જયવીર સિંહ વિક્રમસિંહ વાળાની જમીન ભાગમાં વાવવા રાખી ખેત મજૂરી કામ કરતા હોય ગધેથળ ગામે ભાગવત સપ્તાહનું આયોજન થયેલ હોય જેમાં રાત્રિના ભજનનો કાર્યક્રમ રાખેલ હોય જે સાંભળવા માટે એક રૂમમાં તાળું મારી ગયા હતા જ્યારે બીજા રૂમમાં પોતાના માતા તેમજ બહેન સુતા હતા.
ભજનનો કાર્યક્રમ માંથી રાત્રિના બાળક વાગ્યાના અરસામાં પોતાની બંને દીકરીઓને ઘરે મૂકવા માટે આવ્યા હતા અને ફરી તાળું મારી ભજન સાંભળવા જતા રહ્યા હતા રાત્રિના બે વાગ્યે આસપાસ ભજન પૂર્ણ થતા દંપતી ઘરે આવ્યું હતું અને જે રૂમમાં તાળું માર્યું હતું તે રૂમ નું તાળું ખોલતા દરવાજો ખુલતો ન હોય પત્નીએ જણાવ્યું હતું કે દરવાજો અંદરથી બંધ થઈ ગયો છે અને ખૂલતો નથી જેથી ચેક કરતા રૂમના પાછળની બારીની ગ્રીલ તૂટેલી હોવાનું અને ઘરમાં સામાન વેરવિખેર પડ્યો હતો તેમ જ તિજોરીના લોક પણ તૂટેલા નજરે પડ્યા હતા.
જેથી ચેક કરતા સોનાના દાગીના બુટી સોનાનો હાર ચેન ચાંદીના સાંકડા તેમજ રોકડ 25,000 સહિત કુલ 2.85 લાખની માલમતા ચોરી થયાનું ધ્યાને આવતા આ અંગે ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા અજાણ્યા શકશો સામે ગુનો નોંધી વધુ તપાસ એ.એસ.આઇ બીએચ બોરીચા ચલાવી રહ્યા છે.