રાજકોટની ભાગોળે કાંગશીયાળી ગામની સીમમાં આવેલા નિરવાના બંગ્લોઝમાં કારખાનેદાર સહિતના બે મકાનોને તસ્કરોએ નિશાન બનાવી અહીંથી સોના–ચાંદીના ઘરેણા સહિત . ૪.૮૨ લાખની મત્તા ચોરી કરી ગયા હતા. સવારે બનાવ અંગે જાણ થતા આ બાબતે કારખાનેદારે પોલીસને જાણ કરતાં શાપર પોલીસે ચોરીની આ ઘટના અંગે ગુનો નોંધી સીસીટીવી ફટેજ ચકાસતા રાત્રીના આ વિસ્તારમાં બુકાનીધારી ત્રણ શખસો નજરે પડતા આ ફટેજના આધારે આધારે બનાવવાનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ માળિયા હાટીનાના લાંગોદરા ગામના વતની અને હાલ કાંગસિયાળીની સીમમાં નિરવાના બંગલોઝ બ્લોક નંબર ૧૫ માં રહેતા અરવિંદભાઈ જેરામભાઈ નરેરા(ઉ.વ ૪૫) દ્રારા શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ચોરીના આ બનાવ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અરવિંદભાઈ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને પડવલામાં વણ કાસ્ટીંગ પાછળ ક્રિસ્ટલ એન્ટરપ્રાઇઝ નામે શેડ આવેલો છે યાં તેઓ બફિંગ કામ કરે છે અને છેલ્લા છ વર્ષથી અહીં રહે છે. તારીખ ૨૪૧૧ ના તે તથા તેમના પત્ની અને પુત્ર ઘરે હતા રાત્રિના નવેક વાગ્યે આસપાસ તેઓ સુઈ ગયા બાદ સવારે પુત્ર સાહિલે જગાવી કહ્યું હતું કે,ઘરમાં ચોરી થઈ છે જેથી ફરિયાદી તથા તેમના પત્નીએ ઘરમાં જોતા મકાનના ઉપરના માળે આગળથી નીચે ઉતારવાની સીડી પાસે બારી હોય જે બારીની ગ્રીન તૂટેલી હતી અને ઘરમાં તપાસ કરતા સામાન વેરવિખેર પડો હોય જેથી કબાટમાં તપાસ કરતા કબાટમાં રાખેલા સોના– ચાંદીના ઘરેણા તથા ચાંદીનું બિસ્કીટ સહિત કુલ પિયા ૪.૩૭ લાખના ઘરેણાઓની ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડું હતું.
ત્યારબાદ આજુબાજુમાં તપાસ કરતા સોસાયટીમાં રહેતા નરેન્દ્રસિંહ દિલુભા સોલંકી જે બ્લોક નંબર ત્રણમાં રહેતા હોય તેમના ઘરે પણ ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.તેમના ઘરે અગાસીના મની ગ્રીલ તોડી અંદર પ્રવેશી કબાટનું તાળું તોડી સોના અને ચાંદીના ઘરેણા સહિત પિયા ૪૫,૦૦૦ ની મત્તા ચોરી કરી લીધી હોવાનું માલુમ પડું હતું. આમ રાત્રિના અહીં ત્રાટકેલા તસ્કરોએ બે મકાનોને નિશાન બનાવી પિયા ૪.૮૨ લાખની મત્તા ચોરી કરી ગયા હતા. જે અંગે કારખાનેદારની ફરિયાદ પરથી શાપર પોલીસે ગુનો નોંધી ચોરીના આ બનાવને લઈ સીસીટીવી ફટેજના આધારે તપાસ આગળ ધપાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech