BREAKING NEWS

હોળી પૂર્વે પાણીની હોળી; રવિવારે રાજકોટના 7 વોર્ડમાં કાપ, જાણો તમારા વિસ્તારનો તો સમાવેશ થતો નથી ને

  • February 27, 2026 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મેન્ટેનન્સ હેતુથી શિયાળામાં પાણીકાપ મુકાય તો શહેરીજનોને તકલીફ ન પડે પરંતુ રાજકોટ મહાપાલિકા તંત્રને ઉનાળાના આરંભે જ પાણીના ટાંકાની સફાઇનું કારણ જાહેર કરી પાણી કાપ ઝીંક્યો છે. હોળી પૂર્વે પાણીની હોળી સર્જતી જાહેરાત કરતા મહાપાલિકાએ જણાવ્યું છે કે તા.૧લી માર્ચને શનિવારના રોજ વોર્ડ નં.૪, ૫, ૬, ૮, ૧૧, ૧૩ અને ૧૫માં પાર્ટ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.


મ્યુનિ.સૂત્રોએ જાહેર કર્યા અનુસાર ઉપરોક્ત વોર્ડના જે વિસ્તારોમાં તા.૧ માર્ચને રવિવારે પાણીકાપ રહેશે તેમાં વોર્ડ નં.૪માં રિધ્ધિ સિધ્ધિ, ગાંધી સ્મૃતિ, મહાકાળી સોસાયટી, શિવમ પાર્ક, ગાંધી સોસાયટી, જય નંદ નગર, વિજય વંત, બેડીપરા,બોરીચા સોસાયટી, ત્રિમૂર્તિ ચોક, સીતારામ રોડ, બેચાર મારાજ શેરી, આયસબાપીર રોડ, વાંઢા પીપળવાળી શેરી, કાબા કુંભાર વાળી શેરી,નંદ નગર,લંગડા હનુમાન વારી શેરી, ભલા ભરવાડની શેરી, ગંગેશ્વર મહાદેવ મેઈન રોડ, નંદનવન મીયાનાવાસ, મહાત્મા ગાંધી પ્લોટ,ખોડીયાર પરા,લાતી પ્લોટ,ધરમ નગર, ભગવતીપરા, શાંતિ નગર, શ્રમજીવી સહિતની સોસાયટીમાં પાણી નહીં મળે.


જ્યારે વોર્ડ નં.૫માં આર્ય નગર, બ્રાહ્મણીયા પરા-૧૦ થી ૨૧, ગઢિયાનગર-૨, ન્યુ ગાંધી સોસાયટી, કૈલાશધારા, કેયુરપાર્ક, મોતીબાગ, નન્દુબાગ, ન્યુ શક્તિ, રણછોડનગર, રત્નદીપ અને ત્રિવેણી સોસાયટીમાં પાણી નહીં મળે.

વોર્ડ નં.૬માં શ્રી રણછોડનગર, ચંપક નગર,

બ્રહમણિયાપરા, શીંગળા પ્લોટ,

ગઢીયા નગર, શક્તી સોસા.(ફાયર બ્રિગેડ), ગીરનારી શેરી, સીતારામ રોડ

સેફી કોલોની, ફકરી પાર્ક, બદ્રી હાઉસ

પાંજળાપોલ, મનહરપરા, બેડીપરા શ્રમજીવી, ચુનારાવાડ, સીતારામ નગર

મયુર નગર, મયુર નગર મફ્તીયા પરા, સિલ્વરનેસ્ટ સોસા.,શક્તી ઈન્ડસ્ટ્રીમાં પાણી નહીં મળે.


વોર્ડ નં.૧૫માં આંનદનગર, આજી જી.આઈ.ડી.સી.,ભરતનગર, પોલીટેકનીક, આઈ.ટી.આઈ., ખોડીયારપરા, આજી વસાહત, આંબેડકરનગર, ન્યુ સર્વોદય, અવધપાર્ક, ક્રિષ્ના પાર્ક ૧ તથા ૨, સર્વોદય, રામનગર, આરાધના સોસા., નવા થોરાળા, ગોકુલપરા, વણકરવાસ સંપૂર્ણ (શે.ન.-૧ થી ૬, કસ્તુરબા હરીજનવાસ , વિનોદનગર, કુબલીયાપરા, બાપા સીતારામ નગર, લાખાજીરાજ ઉદ્યોગનગર સંપૂર્ણ (શે.ન.-૧ થી ૧૪), ગંજીવાડા શે.ન.-૧ થી ૧૮, ૪૧, ૪૨, ૪૩, ૬૫, ૬૯, ૭૦, ૭૬ તથા 77, મેરામબાપાની વાડી સંપૂર્ણ (શે.ન.-૧ થી ૪), મનહર સોસા. સંપૂર્ણ (શે.ન.-૧ થી ૭), શિવાજીનગર પાર્ટલી શે.ન.-૧ થી ૧૨ , વર્ધમાન ઇન્ડ. એરિયા સહિતના વિસ્તારોમાં પાણી નહીં મળે.


વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૮માં લક્ષ્‍મીનગર, નંદ કિશોર સોસા., રાધાનગર, પટેલ પાર્ક, પુર્ણિમા સોસા., જયશકિત સોસા., દાસીજીવણપરા, કરણ પાર્ક, વિદ્યુતનગર, ભકિતધામ, દેવનગર, મેધમાયાનગર સહિતના વિસ્તારોમાં પાણી નહીં મળે.


વોર્ડ નં.૧૧માં માયાણીનગર આવાસ યોજના, માયાણીનગર-પાર્ટ, વિશ્વનગર આવાસ યોજના, વિશ્વનગર-પાર્ટ, સિલ્‍વર હાઇટસ એપા., વિરલ સોસા., નહૈરૂનગર સોસા., નહેરૂનગર અધાટ, પટેલ પાર્ક, આદિત્‍ય પાર્ક, ગીરનાર સોસા., સરદારનગર, ચામુંડાનગર-પાર્ટ, અલ્‍કા સોસા.-પાર્ટ, ઉદયનગર-૧, પુનમ સોસા.-પાર્ટ, ઓમનગર-પાર્ટ-(બી) સહિતના વિસ્તારોમાં પાણી નહીં મળે.


જ્યારે વોર્ડ નં.૧૩માં અલ્કા સોસા., ચંદ્રેશનગર, અમરનગર, ઉદ્યોગનગર, મવડી પ્લોટ, નવરંગ પરા, મણીનગર, મહાદેવ વાડી, પરમેશ્વર કોલોની, રામેશ્વર પાર્ક, પટેલવાડી, એમ.પી. પાર્ક, જમુના પાર્ક, દીવાન પાર્ક, પૂજા પાર્ક, શોભાના પાર્ક સહિતના વિસ્તારોમાં પાણી નહીં મળે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application