અમેરિકા વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ છે. એટલું જ નહીં આ દેશમાં ઘણા પ્રખ્યાત પર્યટન સ્થળો છે, જેને જોવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે. આ સાથે અમેરિકાની ગણતરી એવા દેશોમાં થાય છે જ્યાં સૌથી અમીર લોકો રહે છે પરંતુ એવું કહેવાય છે કે બધું એવું નથી હોતું જેવું દેખાય છે. અમેરિકામાં કેટલાક એવા શહેરો છે જ્યાં લોકો પોતાની ખુશીઓનું ગળું દબાવી રહ્યા છે અને દિવસેને દિવસે નિરાશા તરફ આગળ વધી રહ્યા છે.
આ શહેરો અમેરિકાના સૌથી અસંતુષ્ટ શહેરોની યાદીમાં આવી ગયા છે. આમાં ઘણા શહેરો એવા છે જે અર્થવ્યવસ્થાના મામલે ભારતના ઘણા શહેરોથી આગળ છે પરંતુ ખુશીના મામલે ભારતથી ઘણા પાછળ છે. જો આમાંથી કોઈપણ શહેરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો પહેલા અમેરિકાના નાખુશ શહેરો વિશે સારી રીતે જાણી લો. જાણો આ શહેરોમાં નિરાશાના કારણો શું છે.
ન્યૂ ઓર્લિયન્સ, લ્યુઇસિયાના
અમેરિકાનું શહેર ન્યુ ઓર્લિયન્સ, લુઈસિયાના તેના ઈતિહાસ અને સંસ્કૃતિ માટે જાણીતું છે પરંતુ જો અહેવાલોનું માનીએ તો અહીંની મોટાભાગની વસ્તી નાખુશ છે. શહેરમાં હિંસક અપરાધનો દર વધુ છે. જ્યારે અહીં બેરોજગારી દિવસેને દિવસે વધી રહી છે. અહીં બેરોજગારીનો દર 11% છે. અહીંના રહેવાસીઓ દેવામાં ડૂબી ગયા છે, જેના કારણે અહીંના લોકો આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
બાલ્ટીમોર, મેરીલેન્ડ
આ શહેરના લોકો પણ ખુશ રહેવાનું ભૂલી ગયા છે અને નિરાશા તરફ આગળ વધી રહ્યા છે. અહીં ચાલી રહેલી આર્થિક મુશ્કેલીઓ અને હિંસક અપરાધના કારણે લોકો માનસિક રીતે પરેશાન છે. અહીંના લોકો પાસે નિશ્ચિત રોજગાર નથી, તેથી દરેકને જીવવા માટે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મેમ્ફિસ, ટેનેસી
મેમ્ફિસ, અમેરિકાની ગણતરી એવા શહેરોમાં થાય છે જ્યાં ગુનાખોરી દરરોજ વધી રહી છે. અહીંના લોકોમાં હંમેશા ભય અને તણાવનું વાતાવરણ રહે છે. આ કારણથી અહીંના લોકો ભાગ્યે જ ખુશ હોય છે. શહેરના ઘણા લોકો નિરાશ છે. કારણકે તેઓને તેમની સલામતી અને નાણાકીય સમસ્યાઓનો ડર છે.
બર્મિંગહામ, અલાબામા
બર્મિંગહામ એક બીજું શહેર છે. જ્યાં છૂટાછેડા એ મુખ્ય કારણ છે કે લોકો નાખુશ છે. આ શહેરમાં યુગલો વચ્ચે છૂટાછેડાના મામલા દિવસેને દિવસે વધી રહ્યા છે. એવું કહેવું ખોટું નહીં હોય કે અહીંના લોકોના લગ્ન જરા પણ ટકતા નથી. જો કે વ્યક્તિગત તણાવ ઉપરાંત આ શહેરના લોકોમાં નાખુશનું કારણ ગુનાખોરી અને નબળી આર્થિક સ્થિતિ પણ છે.
ક્લેવલેન્ડ, ઓહિયો
ક્લેવલેન્ડ, ઓહિયો એક એવું શહેર છે. જ્યાં લોકો છૂટાછેડા, અપરાધ અને નબળી આર્થિક સ્થિતિને કારણે નહીં પણ હવામાનને કારણે હતાશ છે. ક્લેવલેન્ડ વારંવાર વાદળો અને વરસાદ સાથે પડકારજનક હવામાન પરિસ્થિતિઓનો સામનો કરે છે. જેના કારણે ત્યાં રહેતા લોકો હંમેશા વરસાદથી હતાશ રહે છે. જો કે વરસાદના કારણે પણ અહીં ગુનાખોરી અટકી રહી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech