BREAKING NEWS

ધોરાજી શહેરના જુનાગઢ રોડ પર તસ્કરોનો તરખાટ

  • September 23, 2026 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં જુનાગઢ રોડ ખાતે આવેલા પાંચ કારખાનામાં તસ્કરોએ રાત્રિના સમયે તરખાટ મચાવી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ કારખાનાના ખાનાં તોડી તેમાં રાખેલી રોકડ રકમ તેમજ અન્ય ચીજવસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં ધોરાજી તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસે કારખાનાઓમાં થયેલી ચોરી અંગે જરૂરી વિગતો એકત્ર કરી તસ્કરોને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાને પગલે જુનાગઢ રોડ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application