BREAKING NEWS

હું મોટા ગજાનો પત્રકાર છું, મારૂ કાંઇ થાશે નહીં કહી રાજકોટના યુવાનને માર મારી ધમકી આપી

  • December 24, 2025 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રૈયાગામમાં રહેતો યુવાન રૈયારોડ પર સેફાયર ગોલ્ડ પાસે ઉભો હતો ત્યારે ત્યાં યુવાનના મિત્રનો મિત્ર ભાવેશ વાણવી આવ્યો હતો. તેને યુવાનના મિત્ર પાસેથી પૈસા લેવાના હોય તે બાબતે માથાકૂટ કરી હું મોટા ગજાનો પત્રકાર છું, મારૂ કોઇ કાંઇ થાશે નહીં તેમ કહી આ શખસ તેની સાથે આવેલા બે અજાણ્યા શખસોએ યુવાનને મારમાર્યો હતો. જો ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જે અંગે યુવાને યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખસો સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, હાલ રૈયા ગામમાં રહેતા અને મૂળ જામકંડોરણાના ખજુરડા ગામના વતની હિતેષભાઇ ભરતભાઇ સોલંકી(ઉ..વ. ૨૮) દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભાવેશ વાણવી(રહે. રૈયા રોડ ન્યારાના પેટ્રોલ પંપ પાછળ,રાજકોટ) અને તેની સાથેના બે અજાણ્ય શખસોના નામ આપ્યા છે.


તમારી પૈસાની જે મેટર હોય તે મને ખબર નથી

યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે બેનર ફિટિંગનું કામ કરે છે. ગઇ તા.૨૧/૧૨ ના રોજ તે સવારે અગીયાર વાગ્યા આસપાસ રૈયારોડ પર સેફાયર ગોલ્ડ એપાર્ટમેન્ટ નીચે આવેલી નીચે આવેલી ચાની દુકાને ઉભો હતો.ત્યારે તેના મિત્ર રજનીશભાઇ સારેખડાનો મીત્ર ભાવેશ વાણવી અહીં આવ્યો હતો. તે યુવાનને કહેવા લાગ્યો હતો કે, તારો મિત્ર રજનીશ કયાં છે? મારે તેની પાસેથી પૈસા લેવાના છે. જેથી યુવાને કહ્યું હતં કે, તમારી પૈસાની જે મેટર હોય તે મને ખબર નથી અને રજનીશ કયાં છે તેની પણ મને ખબર નથી. જેથી ભાવેશ ઉશ્કેરાય કહેવા લાગ્યો હતો કે, હું મોટા ગજાનો પત્રકાર છું, મારૂ કાંઇ થશે નહીં તું ગાડીમાં બેસ તેમ કહી યુવાન સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. બાદમાં ભાવેશ તથા તેની સાથેના શખસો ગાળો આપવા લાગ્યા હતાં. ગાળો આપવાની ના કહેતા ભાવેશે યુવાનને છાતીમાં ઘુસ્તો મારી દીધો હતો.તેની સાથેના અજાણ્યા શખસોએ યુવાનને ઢીકાપાટુનો મારમાર્યો હતો. બાદમાં અહીં લોકો એકત્ર થઇ જતા ભાવેશે કહ્યું હતું કે, જો તું પોલીસ ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જે અંગે યુવાને યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


અગાઉ ભાવેશ સામે બે ગુના 

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવેશ વાણવી સામે બે દિવસ પૂર્વે ભાવેશ વાણવી સામે શહેરના ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસ મથકમાં ધમકી અંગેના બે ગુના નોંધાયા હતાં. જેમાં હોસ્ટેલમાં ફૂડ પાર્સલ બંધ કરાવતા હોસ્ટેલ સંચાલકને મારી નાખવાની ધમકી આપી તેમજ ગર્લ્સ હોસ્ટેલને બદનામ કરવા પ્રયાસ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News