BREAKING NEWS

આ વર્ષે ૨૦૦૯ પછી સૌથી સૂકું ચોમાસું રહેશે

  • September 18, 2026 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત છેલ્લા ૧૭ વર્ષેામાં સૌથી ઓછા વરસાદવાળા ચોમાસા તરફ આગળ વધી રહ્યું છે; 'અલ નીનો' ની સ્થિતિ વધુ મજબૂત બનવાને કારણે વરસાદમાં ઘટાડો થયો છે અને પાકના ઉત્પાદન તથા ખાધપદાર્થેાના ભાવ પર દબાણ વધવાની ચિંતા ઊભી થઈ છે.ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જૂન–સપ્ટેમ્બરની ચોમાસાની ઋતુ દરમિયાન કુલ વરસાદ હાલમાં લાંબા ગાળાની સરેરાશ કરતાં ૧૫ ટકા ઓછો નોંધાયો છે. જો આ ઘટ ચાલુ રહેશે, તો ૨૦૦૯ પછી આ સૌથી નબળું ચોમાસું સાબિત થશે; ૨૦૦૯માં વરસાદ સામાન્ય કરતાં ૧૮ ટકા ઓછો હતો. આઈએમડીએ મે મહિનામાં આ ઋતુ દરમિયાન ૧૦ ટકા ઘટની આગાહી કરી હતી.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ઓસ્ટ્રેલિયા સ્થિત કન્સલ્ટન્સી 'ગ્લોબલ વેધર કલાયમેટ એનાલિટિકસ'ના મેનેજિંગ ડિરેકટર ક્રિશ્ચિયન વર્નરના મતે, સપ્ટેમ્બરના છેલ્લા સાહમાં બંગાળની ખાડીમાં સંભવિત ઉષ્ણકટિબંધીય ચક્રવાત સર્જાઈ શકે છે, જે પૂર્વીય અને ઉત્તર–પૂર્વીય ભારતને થોડી રાહત આપી શકે છે.જોકે, વર્નરને અપેક્ષા છે કે આ વાવાઝોડાની દેશના એકંદર વરસાદની ઘટ પર બહુ  ઓછી અસર પડશે; તેમના અંદાજ મુજબ આ ઘટ ૧૩ ટકા થી ૧૬ ટકા ની વચ્ચે રહેશે. ભારતની કૃષિ–આધારિત અર્થવ્યવસ્થા માટે ચોમાસું અત્યતં મહત્વપૂર્ણ છે, કારણ કે કરોડો ખેડૂતો તેમના ખેતરોમાં સિંચાઈ માટે મોસમી વરસાદ પર નિર્ભર હોય છે. ભારત ચોખા, ખાંડ અને કપાસના વિશ્વના સૌથી મોટા ઉત્પાદકોમાંનું એક છે, અને દેશના વાર્ષિક વરસાદનો મોટો હિસ્સો જૂન–સપ્ટેમ્બરના ચોમાસા દરમિયાન જ પડે છે. વરસાદની લાંબા સમય સુધી ચાલતી ઘટ વર્તમાન પાક અને આગામી પાક ચક્ર બંનેને અસર કરી શકે છે, જેનાથી ખાધપદાર્થેાના ભાવ પર દબાણ વધી શકે છે. ઓગસ્ટમાં ખાધ ફુગાવો સતત સાતમા મહિને વધીને ૫.૯૫ ટકા થયો હતો, જે આ વર્ષનું સર્વેાચ્ચ સ્તર છે; બીજી તરફ, ચોખા, શેરડી અને મકાઈના વાવેતરનું પ્રમાણ ગયા વર્ષના સ્તર કરતાં પાછળ ચાલી રહ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application