પોતાની માંગણીઓ પર અડગ રહેતા ખેડૂતોએ તેમની ભાવિ વ્યૂહરચના અંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કયુ હતું. ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે જણાવ્યું કે ખેડૂતોનું એક જૂથ ૧૪ ડિસેમ્બરે દિલ્હી કૂચ કરશે. સર્વન સિંહ પંઢેરે કહ્યું, આજે અમે બંને ફોરમ વતી વડાપ્રધાનને પત્ર લખ્યો છે. આ બેઠકમાં અમે જે કાર્યક્રમો નક્કી કર્યા છે તેમાં દિલ્હી સુધી કૂચ અને ખનૌરી બોર્ડર પર આમરણાંત ઉપવાસનો સમાવેશ થાય છે. આ સિવાય અમે અમારી તમામ માંગણીઓ સામે રાખી છે. અમે ૨૦૧૩–૨૦૧૮માં તેમના કૃષિ મંત્રાલયનો પત્ર અને ડિસેમ્બર ૨૦૨૧નો પત્ર પણ જોડો છે.
તેમણે કહ્યું, અમે ખુદ વડાપ્રધાનને કહેવા માંગીએ છીએ કે જો ખનૌરી બોર્ડર પર કોઈ જાન–માલનું નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. અમે સમગ્ર દેશની સામે અમાં વલણ રજૂ કયુ છે. અમે દેશની જનતાને અમારી તમામ માંગણીઓ વિશે જણાવવા માંગીએ છીએ.
ખેડૂત નેતાએ કહ્યું, સરકાર અમારા પર ડિજિટલ ઈમરજન્સી લાદવાનો પ્રયાસ કરી રહી છે. ખનૌરી બોર્ડર પર બે યુનિયનનું ઈન્ટરનેટ બધં કરવામાં આવશે તેવું સાંભળવામાં આવ્યું છે. ઈન્ટરનેટ બધં કરવાનો અર્થ એ છે કે બંને સરકારો ખેડૂત પર હત્પમલો કરવા માટે તૈયાર થઈ રહી છે. આ સિવાય અમે સમગ્ર દેશવાસીઓને ઉપવાસ કરવાનું આહ્વાન કયુ છે. આવતીકાલે અમારા આંદોલનને ૧૦ મહિના પૂર્ણ થશે.
શકય તેટલા ખેડૂત મજૂરોને ત્યાં પહોંચવા માટે પૂછતા પંઢેરે કહ્યું, આગળની મોટી વ્યૂહરચના નક્કી કરવા ઉપરાંત, ખેડૂતોનું એક જૂથ ૧૪ ડિસેમ્બરે દિલ્હી તરફ કૂચ કરશે, જેનું નેતૃત્વ જસવિંદર સિંહ લોંગોવાલ કરશે. યાં સુધી અમારી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી અમે અડગ રહીશું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech