BREAKING NEWS

રાજકોટની નવી કોર્ટ સંકુલને ફરી બોમ્બથી ઉડાવી દેવા ઇ-મેઇલથી મળી ધમકી, પોલીસના ધાડેધાડા ઉતર્યા

  • March 05, 2026 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જામનગર રોડ પર નવી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ મેઇલ ફરી મળતા એસ ઓજી, ક્યુ.આર. ટી સહિતનું પોલીસ તંત્ર દોડતું થઈ ટીમો દ્વારા નવી કોર્ટ ખાતે સઘન ચેકીંગ તપાસ હાથ ધરતા કઈ પણ શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળી ન આવતા હાશકારો અનુભવાયો હતો.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટના જામનગર રોડ સ્થિત નવી કોર્ટ ને 11 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાની શક્યતા છે તેઓ ધમકી ભર્યો ઈમેઈલ આવતાની સાથે જ પોલીસ તંત્રએ ચેકીંગ હાથ ધર્યું હતું, રાજકોટ એસઓજી શાખાના પીઆઇ એસ એમ જાડેજા અને અલગ અલગ ટીમો ઉપરાંત , બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ, ડોગ સ્ક્વોડ, ક્યુઆરટી સહિતની વિવિધ ટીમો કલેકટર કચેરીએ તાત્કાલિક આવી પહોંચી હતી અને સઘન ચેકીંગ હાથ ધર્યું હતું.


તો બીજી તરફ જામનગર રોડ પર આવેલી નવી કોર્ટ ખાતે ચાલુ કોર્ટએ પોલીસે સમગ્ર બિલ્ડીંગ અને કમ્પાઉન્ડમાં સધન ચેકિંગ શરૂ કરતા કોર્ટમાં વકીલો તેમજ અરજદારો અને કોર્ટ સ્ટાફમાં થોડી વાર માટે ફફડાટ ફેલાઈ ગયો હતો પરંતુ પોલીસે તાત્કાલિક ચેકિંગ હાથ ધરી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી તેવું જણાવતા હાશકારો અનુભવાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જૂનાગઢ જિલ્લા કોર્ટ અને રાજકોટ કલેકટર ઓફિસ અને કોર્ટને ધમકી મળતા અધિકારીઓ અને અરજદારોમાં ભારે ભય ફેલાયો હતો. જોકે પોલીસની તપાસ દરમિયાન કલેકટર કચેરી અને કોર્ટ સંકુલ માંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવ્યું ન હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application