BREAKING NEWS

ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, 15 દિવસમાં બીજીવાર ધમકી મળી, પોલીસમાં દોડધામ

  • October 01, 2025 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે 15 દિવસમાં બીજીવાર ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અજાણી વ્યક્તિ દ્વારા રજિસ્ટ્રારના ઇ-મેલ આઈડી પર ધમકીભર્યો ઇ-મેલ કરવામાં આવ્યો છે. આ અંગે હાઈકોર્ટના રજિસ્ટ્રાર દ્વારા સોલા પોલીસને આ અંગે જાણ કરાઈ હતી. એ બાદ પોલીસ દ્વારા તાત્કાલિક હાઈકોર્ટ પહોંચી બોમ્બ સ્કવોડ અને બોમ્બ ડિસ્પોઝેબલ સ્કવોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી. હાઈકોર્ટને ત્રણ મહિનામાં પાંચમી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.


અગાઉ 15 સપ્ટેમ્બરે ધમકી મળી

અગાઉ 15 સપ્ટેમ્બરે ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. અજાણી વ્યક્તિ દ્વારા ધમકીભર્યો ઇ-મેલ હાઇકોર્ટને કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટના રજિસ્ટ્રાર દ્વારા સોલા પોલીસને આ અંગે જાણ કરાઈ હતી. એ બાદ પોલીસ દ્વારા તાત્કાલિક હાઈકોર્ટ પહોંચી બોમ્બ સ્કવોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી. હાઈકોર્ટને ત્રણ મહિનામાં ચોથી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જોકે હાઇકોર્ટમાં રાબેતા મુજબ કામગીરી કરવામાં આવી રહી છે.


9 જૂને પણ ધમકી મળી હતી

ઉલ્લેખનીય છે કે આ અગાઉ 9 જૂનના રોજ ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. હાઈકોર્ટના ઇ-મેલ પર અજાણી વ્યક્તિએ ઇ-મેલ કર્યો હતો. એ બાદ પોલીસ દ્વારા તાત્કાલિક હાઈકોર્ટમાં સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે રિસેસ બાદ હાઈકોર્ટ બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સાથે જ વકીલોને પણ કોર્ટ છોડવા સૂચન કરાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News