શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા અને મોબાઈલ રીપેરીંગનું કામ કરનાર યુવાને આજ વિસ્તારમાં રહેતા શખસ પાસેથી રૂપિયા અઢી લાખ ૮ ટકા વ્યાજે લીધા હતા. બાદમાં રૂપિયા 1.90 લાખ ચૂકવી આપ્યા હતા પરંતુ છેલ્લા ત્રણ માસથી વ્યાજની રકમ ચૂકવી ન શકતા આ શખસ અને તેની પત્નીએ યુવાનને ગાળો અને ધમકી આપી પઠાણી ઉઘરાણી કરતા યુવાને આ દંપતી વિરુદ્ધ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શહેરના રેલનગર વિસ્તારમાં માધવ આશ્રય બંગલો નંબર 30 માં ભાડાના મકાનમાં રહેતા પ્રશાંત યોગેશભાઈ જાની (ઉ.વ 38) નામના યુવાને પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રેલનગર મેઇન રોડ પર પેટ્રોલ પંપવાળા રોડ પાસે કોપર બિલ્ડિંગમાં રહેતા ઘનશ્યામસિંહ પરમાર અને તેની પત્ની શીતલબા ઘનશ્યામસિંહ પરમારના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છૂટકમાં મોબાઇલ રીપેરીંગનો ધંધો કરે છે. 14 માસ પૂર્વે મોબાઇલના ધંધામાં નુકસાની આવતા રૂપિયાની જરૂરિયાત હોય જેથી તેમની દુકાને મોબાઈલ રીપેરીંગ માટે આવતા ઘનશ્યામસિંહ પરમાર પાસેથી રૂપિયા અઢી લાખ આઠ ટકા વ્યાજે લીધા હતા. યુવાન દર મહિને ઘનશ્યામસિંહને વ્યાજ પેટે રૂ. 20,000 આપતો હતો. જે કટકે કટકે કરી કુલ રૂપિયા 1.90 લાખ ચૂકવ્યા છે.
છેલ્લા બે ત્રણ મહિનાથી આર્થિક સ્થિતિ સારી ન હોવાથી યુવાન વ્યાજની રકમ ચૂકવી ન શકતા ઘનશ્યામસિંહે કહ્યું હતું કે, મારા લેવાના નીકળતા રૂપિયા ૩.૫૦ લાખ મને આપી દેજે જો તું રૂપિયા નહીં આપે તો તને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી યુવાને ઘનશ્યામસિંહને કહ્યું હતું કે હાલ મારી પાસે રૂપિયાની સગવડ નથી મારી પાસે રૂપિયા આવશે એટલે તમને ચૂકવી આપીશ. ત્યારબાદ ઘનશ્યામસિંહના પત્ની શીતલબા યુવાનને અવારનવાર ફોન કરી ગાળો આપી કહે છે કે, રૂપિયા આપી દેજે નહીં તો તને જાનથી મારી નાખીશ. જો હું તારી પાસે આવી તો કા રૂપિયા લઈને જઈશ કાં તને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી યુવાને આ અંગે દંપતિ વિરૂધ્ધ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ પતિ-પત્ની વિરુદ્ધ મની લેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરના કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech