યુવાનને ધરમ કરતા ધાડ પડી: મિત્રને બાઇકચલાવવા આપતા હવે ૩૦ હજાર માંગી ધમકી

  • May 02, 2025 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



હુડકો ચોકડી પાસે રહેતા યુવાન સાથે ધરમ કરતા ઘાડ પડી જેવી ઘટના બની હતી. યુવાને કોઠારીયામાં રહેતા શખસને બાઇક ચલાવવા માટે આપ્યું હતું.બાદમાં તે બાઇક પરત આપતો ન હતો. માંડ કરીને બાઇક પરત આપ્યું હતું. ત્યાર બાદ યુવાનને રસ્તામાં રોકી રૂ.૩૦ હજાર માંગી મારમારી ધમકી આપી હતી.જે અંગે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બનાવ અંગે હુડકો ચોકડી પાસે રણુંજા નગર શેરી નં.૮ માં રહેતાં હેમાગભાઈ સુરેશભાઈ રામાવત (ઉ.વ.૨૧) નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સાગર દિપક કાલીયા (રહે. ખોડીયાર હોટલ પાછળ, કોઠારીયા) નું નામ આપ્યું છે.

યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે સ્ક્રેપમાં મજુરી કામ કરે છે. બે માસ પહેલા તેમનું કેટીએમ બાઈક તેનો મિત્ર સાગર કાલીયા ચલાવા માટે લઇ ગયેલ હતો. તે બાઈક પરત આપતો ન હોય જે બાબતે યુવાને પિતાને વાત કરતા પિતા-પુત્ર બંન્ને સાગરને મળેલ હતા. બાદમાં સાગરે બાઈક પરત આપી દિધેલ હતું. ગઇ તા.૨૮ ના તે સવારના મજુરીકામે જતો હતો ત્યારે કોઠારીયા મેઇન રોડ ખોડીયાર હોટલ પાસે સવારના ચારેક વાગ્યાની આસપાસ પહોંચતા ત્યારે સાગર જોઈ જતા તેની પાસે ઘસી આવેલ અને કહેલ કે, તુ બાઈક પાછુ લઈ ગયેલ છો, જેના તારે રૂ.૩૦ હજાર આપવા પડશે તેમ કહી ગાળો આપી ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતો.

યુવાને આજીજી કરતા તેમને જવા દિધેલ હતો અને જતા જતા સાગરે ધમકી આપેલ કે, જો તુ મારા પૈસા નહીં આપ તો તને જાનથી મારી નાખીશ. બનાવ અંગે યુવાનની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application