ધુંવાવ અને જામજોધપુરમાં ત્રણ વર્લી ભક્ત ઝડપાયા

  • April 29, 2025 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રોકડ અને વર્લીનું સાહિત્ય મળી આવ્યું

હાપાના જવાહરનગર-૧માં રહેતા ગૌતમ ઉર્ફે ગો સુરેશ ગોહિલ તથા નવાગામ ઘેડ બાપુનગરમાં રહેતા સહદેવસિંહ ધિ‚ભા ગોહિલ આ બંને શખ્સોને ધુંવાવ હાઉસીંગ બોર્ડ પ્લોટની દિવાલ પાસે જાહેરમાં વર્લી મટકાના આંકડાનો જુગાર રમતા પકડી લીધા હતા. ગૌતમ પાસેથી ૩૨૦ની રોકડ અને સાહિત્ય મળી આવ્યુ હતું જયારે સહદેવસિંહ પાસેથી ૨૭૦ની રોકડ અને ચિઠ્ઠી કબ્જે કરી હતી. 

આ ઉપરાંત જામજોધપુરના લીમડા ચોકમાં રહેતા ભાવેશગીરી પ્રતાપગીરી ગોસ્વામીને જાહેરમાં વર્લીમટકાનો જુગાર રમતા રોકડા ૨૧૦ અને આંકડા લખેલી કાપલી સાથે પોલીસે પકડી લીધો હતો.

શહેરના પંચેશ્ર્વર ટાવર પાસે એકી-બેકીનો જુગાર

જામનગરના નાગનાથ નાકે જુના કુંભારવાડામાં રહેતા રીક્ષા ડ્રાઇવર ભરત રમણીક મહેતા અને મહારાજા સોસાયટીમાં રહેતા રીક્ષા ડ્રાઇવર મહમદહુશેન ઉનડ આ બંને શખ્સોને પંચેશ્ર્વર ટાવર નજીક જાહેરમાં ચલણી નોટના નંબર પર એકી બેકીનો જુગાર રમતા રોકડા ૫૦૦ સાથે પકડી લીધા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application