BREAKING NEWS

ધોરાજીમાં પ્રેમલગ્નનો ખારરાખી પત્નીના પૂર્વ પતિનો ત્રણ ઉપર હુમલો

  • October 06, 2025 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ભરૂચના પાલેજ ગામથી ધોરાજી સાસુ સસરાના ઘરે 11મી શરીફના તહેવાર સંદર્ભે આવેલા આધેડ તેની પત્ની અને પુત્ર સાથે જુલુસ જોવા માટે બાઈક લઇ નીકળ્યા હતા તે દરમિયાન ધોરાજી ચમાલિયા વિસ્તારમાં એકાએક બાઈકને આંતરી પત્નીના પૂર્વપતિ સહિતના ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો માર મારી છરીથી હુમલો કરતા ઘવાયેલા ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે અંગે હુમલાખોર ત્રિપુટી સામે ધોરાજી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ભરૂચના પાલેજ ગામે રહેતા અલ્તાફભાઈ મલુકમિયા મટારી ઉંમર 42 રહે મેઈન બજાર સ્ટેશન નજીક અતુલ બેકરી પાલેજ વાળાએ ધોરાજી સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


ફરિયાદી અલ્તાફભાઈએ જણાવ્યા મુજબ ચાર પાંચ દિવસ પહેલા અલ્તાફભાઈ તેના પત્ની રેશમાંબેન અને પુત્ર મોહમ્મદઅલી ધોરાજી ખાતે સાસુ-સસરાના ઘરે 11 મી શરીફના તહેવાર માટે પરિવાર સાથે આવ્યા હતા તે દરમિયાન શહેરમાં 11મી શરીફનું જૂલાશ નીકળવાનું હોય જે જોવા માટે કાકાજી સસરાનું બાઈક લઇ પોતાના પત્ની અને પુત્ર સાથે બાઈક પર નીકળ્યા હતા.


તે દરમિયાન ધોરાજી જમાલિયા વિસ્તારમાં આવેલ અહેમદિયા કોલોની નજીક છબીલ પાસે પહોંચ્યા હતા ત્યારે જ એકાએક ઈસ્માઈલ ઉર્ફે માજો અનવરખાન પઠાણ છરી સાથે ધસી આવ્યો હતો અને બાઈક આંતરી એકાએક પડખામાં છરીનો ગાજી કી દીધો હતો.


આ હુમલા ના કારણે બાઇક પરથી પોતાના પત્ની અને પુત્ર સાથે ત્રણેય નીચે પટકાયા બાદ ઇસ્માઈલને પકડવા જતા બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી જેના કારણે અલ્તાફભાઈને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી અને ખભા ના ભાગે પણ છરી લાગી ગઈ હતી અને ધક્કો મારતા પોતે નીચે પટકાયા હતા.


ત્યારબાદ ઈસ્માઈલને ધક્કો મારી પછાડી દેતા તેના હાથમાં રહેલ છરી પત્ની રેશમાએ ઈસ્માઈલ થી ઝૂંટી લીધી હતી જેથી રેશમાના હાથમાં પણ ઇજાઓ પહોંચી હતી તે દરમિયાન ઈસ્માઈલનો ભાઈ સાજીરખાન ઉર્ફે સજ્જુ અને સાજીદખાનનો દીકરો સોહેલ આવી પહોંચ્યા હતા.


ઈસ્માઈલ ઉર્ફે માજો અને તેના ભાઈ અને ભત્રીજા સહિતનાઓ એ બેફામ ગાળાગળી કરી ઢીકા પાટુનો માર માર્યો હતો અને આ ઇજાઓના કારણે લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ધોરાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


આ અંગે ધોરાજી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ની પ્રાથમિક પૂછપરછ માં ફરિયાદી અલ્તાફભાઈ મટારીએ જણાવ્યું હતું કે ચાર વર્ષ પૂર્વે ઈસ્માઈલ ઉર્ફે માજાની પૂર્વ પત્ની સાથે પ્રેમ લગ્ન કરેલ હોય જે વાતનો ખાર રાખી ઈસ્માઈલ ઉર્ફે માઝા અનવર ખાન પઠાણ તેનો ભાઈ સજીરખાન ઉર્ફે સજ્જુ અનવરખાન પઠાણ અને તેનો પુત્ર સોહીલ સજીરખાન પઠાણ સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application