BREAKING NEWS

કમળેજ ગામમાં રોયલ્ટી ચોરી કરતા ત્રણ ડમ્પર ઝડપાયા

  • November 24, 2025 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર તાલુકાના કમળેજ ગામે ગેરકાયદેસર રેતી ખનીજ ખનન/વહન પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદ અન્વયે ભૂસ્તરશાસ્ત્રી કચેરીની તપાસ ટીમ દ્વારા કમળેજ ગામે  આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવતા ત્રણ ટ્રકો ઝડપાયા હતા.અને  રૂપિયા ૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વરતેજ પોલીસ મથકમાં મુકવામાં આવ્યો હતો.
કમળેજ ગામની સીમમાં છેલ્લા કેટલાક સમયથી ખનન પ્રવૃતિ ચાલતી હોવાની તંત્રને બાતમી મળી હતી. રેતી અને માટી ભરીને ટ્રકો દ્વારા વહન કરવામાં આવતુ હતુ. તપાસ દરમ્યાન ત્રણ ડમ્પર ઝડપાયા હતા. જેમાં સહદેવભાઈ ગોહિલની માલિકીનું ૠઉં-૧૨-ઞ-૯૮૯૩ અને રાજુભાઈ હુબલની માલિકીના ૠઉં-૦૩-ઇણ-૫૦૦૧ ૠઉં-૦૯-ણ-૧૨૦૮ને અને ઝડપી લેવાયા હતા જે ટ્રક સાદી રેતી ખનીજના બિન અધિકૃત વહન કરવામાં આવી રહ્યુ હતુ. જે ત્રણેય ટ્રકને સિઝ કરી વરતેજ પોલીસ મથક  ખાતે અટક રાખવામાં આવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગામની સીમમાં માત્ર એક જ વાહન ચાલી શકે તેવા રસ્તામાંથી પસાર થઈને ટ્રકો દ્વારા મારી રેતી કાઢીને વહન કરવામાં આવી રહ્યુ હતુ. જેની બાતમી આધારે ત્રણેય ટ્રકોને ઝડપી લેવાયા હોવાનુ તેમજ રૂપિયા ૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનુ ભૂસ્તરશાસ્ત્ર વિભાગે  જણાવ્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application