BREAKING NEWS

વાંકાનેરમાં ૨.૧૮ કરોડના દારૂના ગુનામાં ફરાર ત્રણ રીઢા ગુનેગાર ઝડપાયા

  • August 08, 2026 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંકાનેરમાં ૨.૧૮ કરોડના દારૂના ગુનામાં ફરાર ત્રણ રીઢા ગુનેગાર ઝડપાયા
છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા શખસોને જામનગરથી પકડતી વાંકાનેર પોલીસ




વાંકાનેરમાં બધં બોડીની ટ્રકમાં ૧.૯૩ કરોડનો દારૂ અને અન્ય મુદામાલ સહીત કુલ રૂા.૨.૧૯ કરોડની મત્તા પોલીસે કબજે લીધી હતી જે દારૂના ગુનામાં ત્રણ ઈસમો પાંચ માસથી નાસતા ફરતા હતા અને આખરે ત્રણેય ઇસમોને ઝડપી લેવામાં સફળતા મળી છે ઝડપાયેલા ત્રણ ઈસમો ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાની માહિતી મળી રહી છે
વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બધં બોડીની ટ્રક આરજે–૧૪જીપી–૪૫૦૬ વાળીમાં ગેરકાયદે ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો વેચાણ અર્થે રાખી હેરાફેરી કરી ખોટી બિલ્ટી, ઈ વે બીલ, ઇન્વોઇસ બીલ બનાવી દાની ૨૮,૫૮૪ બોટલ અને બીયરના ૩૧૬૮ ટીન સહીત કુલ રૂા.૧.૯૩ કરોડનો દારૂ–બીયર ઉપરાંત ટ્રક અને અન્ય મુદામાલ સહીત ૨.૧૮ કરોડનો મુદામાલ જ કરવામાં આવ્યો હતો અને તા.૧૨–૦૩–૨૬ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો જે ગુનાની તપાસ દરમીયાન આરોપી સુનીલ ઉર્ફે ભુતી ધનજીભાઈ ડોણાસીયા, રોહિત ઉર્ફે કાનો ચંદુભાઈ લીંબડ અને સુનીલ ઉર્ફે સાગર હમીર માણેક (રહે. ત્રણેય જામનગર)એ દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું અને આરોપીઓના મકાન ખાતે તપાસ કરતા મળી આવ્યા ના હતા
વાંકાનેર કોર્ટ તરફથી આરોપીના વોરટં મેળવી નાસતા ફરતા દર્શાવેલ હોય જે આરોપીને ઝડપી લેવા વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન આરોપીઓને જામનગરથી ઝડપી લેવામાં આવ્યા છે ઝડપાયેલા ત્રણેય ઈસમો રીઢા ગુનેગાર છે એક આરોપી વિદ્ધ જામનગર જીલ્લ ામાં આઠ, એક વિદ્ધ ચાર અને એક વિદ્ધ એક ગુનો નોંધાઈ ચુકયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application