અમરેલી સિટીમાં બે અને રાજુલામાં એક મળી ત્રણ જુગારના દરોડામાં કુલ 14 શખસોને પોલીસે ઝડપી લઇ 46 હજારની રોકડ કબ્જે કરી તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલીના જગુપુલ પાસે વરૂડી ગામ જવાના રોડ ઉપર જાહેરમાં કેટલાક શખસો તીનપતીનો જુગાર રમી પૈસાની હારજીત કરતા હોવાની બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા સંજય હરિભાઇ ગોહિલ, વિજય અરવિંદભાઇ મકવાણા, બિપીન હિમ્મતભાઇ વસાવડા (ત્રણેય રહે.અમરેલી, જેસીંગપરા, શેરી નં.૨)ને ઝડપી લઈ રોકડ ૨૪,૭૦૦ની મત્તા કબ્જે કરી સીટી પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. બીજા દરોડામાં અમરેલી સીટી પોલીસે હનુમાનપરા રોડ, ગુણાતીતનગર સોસાયટી પાછળ ખુલ્લામા જાહેરમાં જુગાર રમતા સૈયરાજ ઉર્ફે સયલુ લખુભાઈ વાળા, ઉમેદ જગુભાઈ ધાધલ, જયેશ જયંતીભાઈ સખેસરીયા, સુરેશ બચુભાઈ ચિત્રોડા, ભીમ હરસુરભાઈ તીતોસા, મહેન્દ્ર ભીખુભાઈ ડાંગર, જીતેન્દ્ર કાનજીભાઈ ચૌહાણ, મહેશ વલકુભાઈ વાળા (તમામ રહે.અમરેલી)ને ઝડપી લઇ રોકડ ૧૭,૦૨૦ની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી. ત્રીજા દરોડામાં રાજુલા પોલીસે પાના ટીચતાં બહાદુર કાદરશા કનોજીયા (રહે.રાજુલા, વાવેરા રોડ કબ્રસ્તાન પાસે), કિશોર ભાણાભાઇ પરમાર (રહે.રાજુલા, અંટાળીયા મહાદેવના મંદિર પાસે), અરવિંદ બાબુભાઇ સાંખટ (રહે.રાજુલા મફતપરા)ને ઝડપી લઇ રોકડ ૪૩૯૦ની મત્તા કબ્જે કરી રાજુલા પોલીસે ગુનો નોંધ્યો હતો.