BREAKING NEWS

હળવદના ઘનશ્યામપુરના તળાવમાં ત્રણ યુવાનો ડૂબ્યા, એકનું મોત

  • June 18, 2026 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળવદના ઘનશ્યામપુરના તળાવમાં ત્રણ યુવાનો ડૂબ્યા, એકનું મોત

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામમાં દુ:ખદ ઘટના સામે આવી છે. ગામના તળાવમાં નાહવા પડેલા ત્રણ યુવાનો અચાનક ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનામાં બે યુવાનોનો સમયસર બચાવ કરવામાં સફળતા મળી હતી, યારે એક યુવાનનું કણ મોત નીપયું હોવાનું જાણવા મળ્યું છે.
પ્રા માહિતી મુજબ ડીસા વિસ્તારમાંથી આવેલા યુવાનો માલધારી સમાજના ઘેટાંની ઊન કાપવાના કામ માટે ઘનશ્યામપુર ગામે આવ્યા હતા. કામ દરમિયાન ત્રણેય યુવાનો તળાવમાં નાહવા માટે પડા હતા. જોકે તળાવના ઉંડા પાણીમાં ગરકાવ થતાં ત્રણેય ડૂબવા લાગ્યા હતા. સ્થાનિક લોકો અને અન્ય સાથીઓની મદદથી બે યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા, યારે મોહમ્મદ ફકીર (ઉ.વ. ૨૫) નામના યુવાનને બચાવી શકાયો નહોતો.
ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો તળાવ કાંઠે એકત્રિત થઈ ગયા હતા. ફાયર વિભાગ તથા  ટીકરની તરવૈયાઓની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ યુવાનની લાશ તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી.
બાદમાં મૃતદેહને જરી કાર્યવાહી પૂર્ણ કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ દુર્ઘટનાને પગલે ઘનશ્યામપુર ગામ તેમજ મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application