ટાઈગર શ્રોફ ફરી એક વાર ભરપુર ખુનખરાબા અને એક્શન સાથે આવી રહ્યા છે, જે લુક જોઈને ગજની અને રાધે ભૈયા યાદ આવી જશે. ટાઈગર શ્રોફ તેની આગામી ફિલ્મ બાગી 4માં એવા અવતારમાં જોવા મળશે જે આ પહેલા જોવા નથી મળ્યો.
સાજિદ નડિયાદવાલાની બહુપ્રતિક્ષિત એક્શન ફ્રેન્ચાઇઝી બાગી 4નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ લીડ રોલમાં છે અને આ ફિલ્મ 5 સપ્ટેમ્બર 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.એક શક્તિશાળી નવા પોસ્ટર સાથે રિલીઝ તારીખ અને શૂટિંગની શરૂઆતની જાહેરાત કરવામાં આવી હતી. આમાં ટાઈગરને પહેલા ક્યારેય ન જોવા મળેલી સ્ટાઈલમાં બતાવવામાં આવશે. બજરંગી અને વેદ જેવી ફિલ્મો માટે પ્રખ્યાત એ. હર્ષના નિર્દેશનમાં બની રહેલી બાગી 4માં શાનદાર મેન-ટુ-મેન એક્શન જોવા મળશે.
આ ચોથા હપ્તા સાથે, ટાઇગર શ્રોફ ચાર ફિલ્મોની ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કરનાર સૌથી યુવા સ્ટાર્સમાંથી એક બની ગયો છે. બાગી 4 એક્શન શૈલીને વધુ બોલ્ડ અને રોમાંચક સ્તરે લઈ જશે તેવી અપેક્ષા છે. ફ્રેન્ચાઇઝી તરીકે બાગી સિરીઝે વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર રૂ. 500 કરોડથી વધુની કમાણી કરી છે, જે બોલિવૂડમાં મનપસંદ એક્શન ફ્રેન્ચાઇઝીમાંની એક તરીકે તેનું સ્થાન મજબૂત કરે છે.
નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ આવનારા વર્ષમાં શાનદાર મનોરંજન પૂરું પાડવાના 75 વર્ષની ઉજવણી કરશે. આવનારું વર્ષ વધુ રોમાંચક દેખાઈ રહ્યું છે, કારણ કે આ વર્ષે સલમાન ખાનની ફિલ્મ સિકંદર, શાહિદ કપૂર અને તૃપ્તિ દિમરી, વિશાલ ભારદ્વાજની ફિલ્મ હાઉસફુલ 5 અને બાગી 4 જેવી મોટી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech