શહેરના ભગવતીપરામાં માવતરના ઘરે રિસામણે રહેલી પરિણીતાએ ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે ખસેડવામાં આવી છે. પતિ સાથે કોર્ટ કેસ ચાલુ હોય જેનો કોઈ નિવેડો આવતો ન હોવાથી કંટાળી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ પોપટપરા શેરી નં. ૭માં સાસરૂ ધરાવતી રેશ્માબેન સાજીદભાઇ શેખ (ઉ.વ.૨૩)ની પરિણીતાએ રાત્રે અગ્યારેક વાગ્યે ભગવતીપરા સદ્દગુરૂ પાર્કમાં પિતા હબીબભાઇ બચુભાઇ કુરેશીના ઘરે હતી ત્યારે ગળામાં ચુંદડી નાંખી હાથેથી બંને છેડા ખેંચી ફાંસો ખાવાનો પ્રયાસ કરતા સ્વજન જોઈ જતા બચાવી લઇ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.
રેશ્માબેનના સગાના કહેવા મુજબ રેશ્માબેનના લગ્ન ચાર વર્ષ પહેલા પોપટપરાના સાજીદભાઇ શેખ સાથે થયા છે. લગ્નના એકાદ વર્ષ બાદ પતિનો ત્રાસ શરૂ થતાં ત્રણ વર્ષથી માવતરે રિસામણે છે, પતિ સામે કોર્ટ કેસ કર્યો હોય તેને ઘણો સમય થઈ ગયો હોવાથી કેસનો કોઇ નિવેડો ન આવતા કંટાળીનેફાંસો ખાવા પ્રયાસ કર્યો હતો. આગળની તપાસ પોલીસ હાથ ધરી છે .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application