રાજકોટમાં લલુડી વોંકળી પાસે રહેતા પ્રૌઢનો બીમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાત

  • June 16, 2025 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરના લલુડી વોંકળી પાસે રહેતા અને એકલવાયુ જીવન પસાર કરનાર પ્રૌઢે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ મથકના સ્ટાફે અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.પ્રૌઢ છેલ્લા ઘણા સમયથી કેન્સર, કિડની, મગજ સહિતની બીમારીઓથી પીડાતા હોય જેનાથી કંટાળી જઈ આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસના અંતે જાણવા મળ્યું હતું.


આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જિલ્લા ગાર્ડન પાસે આવેલી લલુડી વોંકળી વિસ્તારમાં રહેતા રાજુભાઈ લાલજીભાઈ ગોહેલ(ઉ.વ 55) નામના પ્રૌઢે રાત્રીના ઘરે ઝેરી દવા પી લીધી હતી. જે અંગેની જાણ થતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અહીં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પી.એન.ગોહિલે જરૂરી કાર્યવાહી કરી હતી.


વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, આપઘાત કરી લેનાર રાજુભાઈ ગોહેલ માતા પિતાના એકના એક સંતાન હતા અને તેઓ અપરણિત હતા અગાઉ મજૂરી કામ કરી પોતાનું ગુજરાત ચલાવતા હતા. પરંતુ છેલ્લા બે વર્ષથી તેઓ કેન્સર, કિડની, મગજની બીમારીથી પીડાતા હતા તેમજ એકલવાયુ જીવન જીવતા હોય જેનાથી કંટાળી જઇ તેમણે આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ભક્તિનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.


જ્યારે અન્ય એક બનાવમાં જીવરાજ પાર્ક પાસે લક્ષ્મણ ટાઉનશિપમાં રહેતા નેપાળી પ્રૌઢ ભરતસિંહ બહાદુર સોની(ઉ.વ 51) ગત તા. 14/6 ના વહેલી સવારના ચારેક વાગ્યા આસપાસ ઘરે બેભાન થઈ જતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવના પગલે તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ભોજભાઈ મોભે જરૂરી કાર્યવાહી કરી હતી. નેપાળી પ્રૌઢ બે ભાઈના પરિવારમાં મોટા હતા તેમને સંતાનમાં ગૌતમ અને દિપક નામના બે પુત્ર છે. પ્રૌઢ મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રાત્રિના હૃદય રોગના હુમલાથી તેમનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે મોતનું સચોટ કારણ જાણવા માટે વિસેરા લેવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News