હાલ રાજકોટમાં રહેતા મૂળ ઉપલેટાના વતની અને સોની કામ કરનાર શખસે ખાખીનજાળીયા પાસે તે બેભાન થઇ ગયા બાદ તેની પાસે રહેલું રૂ. બાવન લાખનું સોનું ચોરી થયાની પોલીસે જાણ કરી હતી. પોલીસે તપાસ હાથ ધરી આ સ્ટોરી ખોટી હોવાનું માલુમ કરી આરોપીના ઘરેથી જ સોનું શોધી કાઢી પોલીસને ગેરમાર્ગે દોરવા અંગે તેની સામે ગુનો દાખલ કર્યો છે.
ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે સાંજના સમયે જાણ કરવામાં આવી હતી કે, ઉપલેટામાં રહેતા અને સોની કામ કરનાર જયેશભાઈ રામજીભાઈ રાણીંગા ખાખી જાળીયા ગામ તરફ આવતા હતા ત્યારે ડાળમાં દાદાના મંદિર પાસે ખાખી જાળિયા રોડ પર બેભાન થઈ જતા 108 મારફત ઉપલેટા સરકારી હોસ્પિટલ બાદમાં સમર્પણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અને તેમની પાસે રહેલા થેલામાંથી રૂપિયા 52 લાખની કિંમતનું 453 ગ્રામ જેટલું સોનુ ગાયબ થઈ ગયું છે.
બનાવની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર તથા ધોરાજીના ઇન્ચાર્જ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી લેવા અને મુદ્દામાલ રિકવર કરવા રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી. ઓડેદરા તથા ભાયાવદર પીઆઇ વી.સી.પરમારના માર્ગદર્શન હેઠળ એલસીબી અને ભાયાવદર પોલીસ સ્ટેશનની સ્ટાફની અલગ અલગ ટીમો બનાવવામાં આવી આવી હતી અને બનાવસ્થળ નજીકના સમયના સીસીટીવી ફૂટેજ તથા એકટીવાચાલક જયેશભાઈ રાણીંગાનો ભૂતકાળ તેમજ કોલ ડીટેઇલ ચેક કરતા આ બનાવ શંકાસ્પદ હોવાનું અને જયેશ રાણીંગાએ ખોટી સ્ટોરી ઘડી કાઢયાનું માલુમ પડયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application