#aajkaal team
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતમાં આગામી 4થી 6 દિવસ સુધી હળવાથી ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ સિસ્ટમની સીધી અસર રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો પર જોવા મળશે, જેનાથી પવનની ઝડપ પણ વધી શકે છે. માંગરોળના દરિયાકાંઠે નંબર-3ના સિગ્નલ લગાવી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
દિવાળીના તહેવાર બાદ ગુજરાતમાં હવામાનમાં મોટો પલટો આવવાની આગાહી હવામાન વિભાગે કરી હતી, જે પ્રમાણે હાલમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તો 26 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી રાજ્યના 24 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશનના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મહાનગરો જેવા કે અમદાવાદ-ગાંધીનગરમાં પણ વરસાદનું જોર વધશે.
આજે (26 ઓક્ટોબર) ભાવનગર, અમરેલી અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ જારી થયું છે, જ્યારે 21 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
મોડીરાતથી કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને ગીર પંથકના ઉના, ગીર ગઢડા, તાલાલા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.
આગામી દિવસોની જિલ્લાવાર આગાહી
આજે ક્યાં જિલ્લામાં આગાહી
ઓરેન્જ એલર્ટ
ભાવનગર, બોટાદ અને અમરેલી.
યલો એલર્ટ
અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવ
27 ઓક્ટોબર (યલો એલર્ટ)
અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, પંચમહાલ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, ભાવનગર, અમરેલી.
28 ઓક્ટોબર (યલો એલર્ટ)
પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ.