વિસાવદર ચૂંટણીમાં મતદાન આડે માત્ર બે દિવસ બાકી છે રાજકીય પક્ષો દ્રારા વિવિધ મુદ્દાઓનો પ્રચાર કરી રહ્યા છે પરંતુ મતદારોના મૌન વલણથી ઉમેદવારો અને કાર્યકરો ગ્રામ્ય વિસ્તારો ખુંદી રહ્યા છે. આયાતી ઉમેદવાર, મગફળી, સહકારી મંડળી, વીજળી, ઇકોસેનસીટીવ ઝોન , પાટલી બદલુ નેતા, ખાતર, સહિતના અનેક મુદ્દાઓ અંગે સામ સામે નિવેદન બાજી થઈ રહી છે. તેમ છતાં મતદારોના મૌન વલણથી ઉમેદવારો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. તેમાં પણ વરસાદના આગમનથી ઉમેદવારોમાં વધુ દોડધામ શ થઈ છે
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે તા. ૧૯ જૂનના મતદાન થશે મતદાન આડે માત્ર બે દિવસ બાકી રહ્યા છે જેથી ઉમેદવારો મતદારોને રીઝવવા નિવેદનોનો ધોધ વહી રહ્યો છે અત્રે ઉલ્લ ેખનીય છે કે ચૂંટાયેલા ઉમેદવારોએ પક્ષ પલટો કર્યેા છે ત્યારબાદ આ બેઠક ખાલી રહી હતી. જેથી અનેક પ્રશ્નો ગુંચવાયેલા છે. ખેડૂતોના પ્રશ્ન હોય તેમાં પણ ઇકોસેન્સીટીવ ઝોન વિસ્તારનો પણ મુદ્દો પ્રચાર માટે હોટ ફેવરિટ રહ્યો છે .આ ઉપરાંત મગફળી કૌભાંડ, પક્ષ પલટુ નેતાઓ, વીજળી, આયાતી ઉમેદવાર, ખાતર, ભરતી મુદ્દો, ગુંડાગીરી લુખ્ખાગીરી સહિતના અનેક પ્રશ્નો અંગે ઉમેદવારો પ્રચાર ના અંતિમ ચરણમાં અનેકવિધ મુદ્દાઓ અંગે પ્રચાર પૂરજોશમાં થઈ રહ્યો હતો ભાજપના ઉમેદવારના તો પ્રચાર માટે મંત્રીમંડળ અને તેની ટીમ તથા આપ અને કોંગ્રેસના ઉમેદવાર માટે પણ પ્રદેશ કક્ષાના નેતાઓ પ્રચાર કરી રહ્યા છે જોકે રાજકીય ગરમાવો ધરાવતી આ વિસાવદર બેઠકમાં ચૂંટણી આવી શું કામ તે અંગે પણ લોકો પ્રશ્નો કરી રહ્યા છે.
ગઈકાલથી વરસાદનું આગમન થતાં મતદારોને રિઝવવા ઉમેદવારોમાં દોડધામ થઈ રહી છે. જોકે હવે પ્રચારનો અંતિમ તબક્કો હોવાથી જ્ઞાતીલક્ષી અને સમાજલક્ષી બેઠકો વધુ થઈ રહી છે અને આવતીકાલથી પ્રચાર પડઘમ પણ શાંત થશે અને બુધવારે ડોર ટુ ડોર પ્રચાર કરવો પડશે પરંતુ વરસાદના આગમનથી મતદાન મથક સુધી મતદારોને લઈ આવવા ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે સૌથી મોટો પડકાર બની રહેશે. ગઈકાલથી શ થયેલ વરસાદમાં સૌથી વધુ વિસાવદર પંથકમાં જ વરસાદ નોંધાયો છે જેથી તાલુકામાં અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે ચૂંટણી તત્રં પણ વધુને વધુ મતદાન થાય તે માટે અનેક સ્પર્ધાઓ કરી રહી છે પરંતુ વરસાદ ના કારણે તત્રં અને ઉમેદવારો બંને ગડમથલમાં મુકાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech