થોડા દિવસો માટે ગરમીમાં રાહત મળ્યા પછી હવે આ રાહતનો આવતીકાલે છેલ્લો દિવસ છે. રવિવારથી મહત્તમ અને લઘુત્તમ બંને તાપમાનમાં ત્રણ દિવસમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે તેવી ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે.
ગુરુવારે 36 ડિગ્રીની રેન્જમાં તાપમાન આવી ગયું
રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી થી 42 ડિગ્રી વચ્ચે રહ્યા પછી છેલ્લા ચાર દિવસથી તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુરુવારે 36 ડિગ્રીની રેન્જમાં તાપમાન આવી ગયું હતું. અમરેલી ભાવનગર ભુજ રાજકોટમાં 36 ડિગ્રી આસપાસ મહત્તમ તાપમાન ગુરુવારે નોંધાયું હતું. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારો દ્વારકા જામનગર 28 થી 34 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન રહ્યું હતું.
ભેજનું પ્રમાણ ગઈકાલે 80% આસપાસ રહ્યું
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ગઈકાલે 80% આસપાસ પહોંચી ગયું હતું. પરંતુ આજે તેમાં ૨૦ ટકા જેટલો ઘટાડો થયો છે અને સરેરાશ 60 ટકા ભેજ દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે નોંધાયો છે. જોકે આમ છતાં દરિયાકાંઠાના વિસ્તારો માટે ગરમી અને ભેજવાળા વાતાવરણ માટે જાહેર કરાયેલું યલો એલર્ટ આગામી તારીખ 31 સુધી લંબાવવામાં આવ્યું છે.
સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવવાથી વરસાદનું એલર્ટ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે જમ્મુ કશ્મીર લદાખ સહિતના રાજ્યોમાં વરસાદ પડે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવવાથી આસામ સહિતના રાજ્યોમાં પણ વરસાદ પડી રહ્યો છે. આજે મહારાષ્ટ્રથી કર્ણાટક સુધીની દરિયા પટ્ટીમાં ટ્રફ જોવા મળતા મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ કોકણ ગોવા માં પણ વરસાદ માટેની આગાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech