BREAKING NEWS

યાત્રાધામ વીરપુરના એસટી બસ સ્ટેન્ડમાં રાત્રીના સમયે ઘોર અંધારપટ

  • June 04, 2026 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



વીરપુર પ્રા વિગતો મુજબ સૌરાષ્ટ્ર્રના જગવિખ્યાત પૂય જલારામ બાપાની પવિત્ર ભૂમિ અને વિશ્વવિખ્યાત યાત્રાધામ તરીકે ઓળખાતા વીરપુર ખાતે આવેલ એસટી બસ સ્ટેન્ડમાં મૂળભૂત સુવિધાઓના અભાવે યાત્રાળુઓ અને મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કરોડોના ખર્ચે નિર્માણ પામેલા બસ સ્ટેન્ડ પરિસરમાં રાત્રિના સમયે વારંવાર લાઈટો અને પંખાઓ બધં થઈ જતા સમગ્ર એસટી બસ સ્ટેન્ડમાં અંધારપટ છવાઈ જાય છે. દેશ–વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પૂય જલારામ બાપાના દર્શનાર્થે વીરપુર આવે છે. યાત્રાળુઓમાં મોટાભાગના લોકો એસટી બસ સેવાનો ઉપયોગ કરતા હોવાથી બસ સ્ટેન્ડ તેમની પ્રથમ જરિયાતનું કેન્દ્ર બને છે. જોકે, યાત્રાળુઓના જણાવ્યા મુજબ રાત્રિના સમયે બસ સ્ટેન્ડમાં લાઈટો અને પંખાઓ બધં હાલતમાં રહે છે.
હાલમાં પડતી આકરી ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે પંખાઓ બધં રહેતાં મુસાફરો અને યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. બીજી તરફ અંધાં અને બીજી તરફ મચ્છરોના અસહ્ય ત્રાસને કારણે બસની રાહ જોતા લોકો માટે પરિસ્થિતિ વધુ કપરી બની રહી છે. ઘોર અંધકારના કારણે મુસાફરોના માલસામાનની ચોરી કે અન્ય અનિચ્છનીય બનાવો બનવાની ભીતિ પણ વ્યકત કરવામાં આવી રહી છે. યાત્રાધામ જેવા મહત્વના સ્થળે આવી સ્થિતિ એસટી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કરી રહી છે. સ્થાનિક નાગરિકો, યાત્રાળુઓ અને મુસાફરોએ સંબંધિત એસટી વિભાગ અને તંત્રને બસ સ્ટેન્ડ ખાતે વારંવાર સર્જાતી લાઈટો બંધની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવી લાઈટો, પંખાઓ તથા અન્ય જરી સુવિધાઓ નિયમિત કાર્યરત રાખવા માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News