રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રમાં મેઘરાજાના નવા રાઉન્ડની શઆત થઇ છે, રાજકોટ શહેરમાં રાત્રે ઝરમર વરસાદ બાદ આજે સવારથી ફરી ધીમીધારે વરસાદ શ થયો હતો અને બપોર સુધીમાં એક ઈંચ પાણી વરસ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકાના કન્ટ્રોલમ અનુસાર રાજકોટ શહેરમાં આજના એક ઈંચ વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૫૧ ઈંચ થયો છે આજે ત્રણેય ઝોનમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. યારે મોસમનો કુલ વરસાદ સેન્ટ્રલ ઝોનમાં ૧૨૧૪ મીમી, વેસ્ટ ઝોનમાં ૧૧૫૯ મીમી અને ઇસ્ટ ઝોનમાં ૮૮૫ મીમી વરસાદ વરસ્યો છે.
યારે રાજકોટ સિંચાઇ વર્તુળના લડ સેલના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં કુલ ૮૨માંથી ત્રણ ડેમમાં નવા નીરની આવક નોંધાઇ છે જેમાં રાજકોટ જિલ્લામાં રાજકોટ શહેરના ન્યારી–૧માં ૦.૩૩ ફટ, ન્યારી–૨માં ૦.૩૩ ફટ અને જસદણ તાલુકાના ઘેલો સોમનાથ ડેમમાં ૦.૫૯ ફટ પાણીની આવક નોંધાઇ છે. યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રાના ફલકુ ડેમ ઉપર ૨૫ મીમી અને વાંસલ ડેમ ઉપર પાંચ મીમી વરસાદ નોંધાયો છે.
આજે સવારની સ્થિતિએ રાજકોટ શહેરને પીવાનું પાણી પુ પાડતા જળાશયોની સ્થિતિ જોઇએ તો ભાદર–૧ ડેમના બે દરવાજા ૦.૫૩ મીટર સુધી ખુલા છે, આજી–૧ ડેમ ૦.૧૨ મીટરથી સતત ઓવરલો યથાવત છે, યારે ન્યારી–૧ ડેમના દરવાજા બધં કરાયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech