ખેડૂતોને ઓર્ગેનિક અને જૈવિક દવાના નામે ઝેરી કેમિકલયુક્ત જંતુનાશક દવાઓ વેચી આર્થિક ફાયદો મેળવવાનું કૌભાંડ પડધરી તાલુકાના તરઘડી ઇન્ડસ્ટ્રિયલ એરિયામાંથી સામે આવ્યું છે. શિવ એગ્રી બિઝનેસ સેન્ટરના ગોડાઉનમાં દરોડા દરમિયાન બોગસ કંપ્નીનાં લેબલ લગાવેલી જંતુનાશક દવાની 45 બોટલો અને દવા બનાવવા માટેનો કાચો માલ મળી આવ્યો હતો. રૂ.70,240નો મુદ્દામાલ કબજે કરી તપાસ માટે મોકલવામાં આવેલા સેમ્પલના ગાંધીનગર લેબોરેટરીના રિપોર્ટમાં રાસાયણિક તત્ત્વો મળી આવતાં ગોડાઉનના કબજેદાર રસિક રંગાણી સામે છેતરપિંડી અને જંતુનાશક દવા અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, પડધરી તાલુકાના તરઘડી ઇન્ડસ્ટીઝ એરિયામાં આવેલા શિવ એગ્રી બિઝનેસ સેન્ટર ગોડાઉનના કબજેદાર રસિક વિરજીભાઇ રંગાણી(રહે. ગુરૂદેવ પાર્ક શેરી નં.1 કુવાડવા રોડ,રાજકોટ) વિરૂધ્ધ ગુનો નોંધાયો છે.
પડધરી પોલીસ મથકના એએસઆઈ પી.એન.અગ્રાવત, હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ જાડેજા, કુલદીપસિંહ ઝાલા તથા સ્ટાફે ગત તા. 15-4-2026 ના બાતમીના આધારે તરઘડી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલા શિવ એગ્રી બિઝનેસ સેન્ટર નામના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. અહીં તપાસ કરતા ગોડાઉનના કબજેદાર રસિક રંગાણી કોઈપણ પ્રકારના પાકા બિલ કે આધાર વગર બ્રહ્મહસ્ત્ર 303 બોટનિકલ બાયો કંટ્રોલરના લેબવાળી 250 એમએલ અને એક લીટર વાળી બોટલો તથા લેબલ વગરની જંતુનાશક દવાની એલ્યુમિનિયમની ખાલી બોટલો મળી કુલ 45 બોટલો કિં. રૂ. 70,240 નો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત દવા બનાવવા માટેનું રો-મટીરીયલ્સ પણ મળી આવ્યું હતું. જે બાબતે પડધરી એગ્રીકલ્ચર અને ખેતી
(અનુ. સાતમા પાને)