રાજકોટ લોકમેળા માટેની વિવિધ અરજી પરત જમા કરવાનો કાલે અંતિમ દિવસ છે. ત્યારે કુલ ૨૨૮ પ્લોટ સ્ટોલ સામે ગઇકાલ સુધીમાં ૪૧૮ અરજીઓ આવી છે જેમાં સૌથી વધુ ૧૮૪ જેટલી અરજી નાની ચકરડી માટેની છે જ્યારે રમકડાના ૧૦૦ સ્ટોલ સામે ફક્ત ૩૧ જેટલી જ અરજી આવી છે. ત્યારે જો રમકડાના સ્ટોલ ખાલી રહે તો તંત્રએ તેની ફાળવણી વધુ આવેલી અરજીવાળા વિભાગને આપવી જોઈએ કે નહીં ? તે અંગેનું આગોતરું આયોજન કરવું મહત્વપૂર્ણ છે. જેનાથી તંત્રને વધુ આર્થિક ફાયદો થઈ શકે.
રાજકોટના સાંસ્કૃતિક લોકમેળા માટે વિવિધ કેટેગરીના સ્ટોલ અને પ્લોટની ફાળવણી પ્રક્રિયામાં વેપારીઓનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હાલ સુધી પ્રાપ્ત થયેલી વિવિધ કેટેગરીના અરજીઓ મુજબ બી માટે ૧૦૦ પ્લોટ સામે ૩૧ અરજીઓ મળી છે. સી ખાણીપીણી નાની માટે ૮ પ્લોટ સામે ૧૬ અરજીઓ નોંધાઈ છે. જે મધ્યમ ચકરડી માટે માત્ર ૩ પ્લોટ સામે ૬૯ અરજીઓ અને કે નાની ચકરડી માટે ૨૪ પ્લોટ સામે સૌથી વધુ ૧૮૪ અરજીઓ મળી છે, જેના કારણે આ કેટેગરીમાં ભારે સ્પર્ધા જોવા મળી રહી છે. ઉપરાંત બી–૧ કોટેજ માટે ૪૦ સામે ૩૮, ઈ યાંત્રિક માટે ૫ સામે ૧૨, એફ માટે ૩ સામે ૫, જી માટે ૨૦ સામે ૩૯, એચ માટે ૬ સામે ૬ તેમજ એક્સ આઈસ્ક્રીમ માટે ૧૭ સામે ૧૭ અરજીઓ પ્રાપ્ત થઈ છે. કુલ મળીને ૨૨૮ પ્લોટ અને સ્ટોલ સામે ૪૧૮ અરજીઓ નોંધાઈ છે. ત્યારે રમકડામાં અરજી ઓછી આવી તે વેપારીઓનો નિરુત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આ બાબતે તંત્રએ વિચાર કરી જો જગ્યા ખાલી રહે તો તેનો અન્ય વિભાગને ફાળવણી કરી આર્થિક ફાયદો ઉઠાવવો જોઈએ. તેથી જે વિભાગમાં વધુ અરજી આવી હોય તેને પણ યોગ ન્યાય મળી શકે. જોકે આવતીકાલે અરજી પરત માટેનો અંતિમ દિવસ હોવાથી સાંજ સુધીમાં તમામ અરજીઓ પરત આવ્યા બાદ તમામ વિભાગનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. તે બાદ તંત્રએ યોગ્ય નિર્ણય કરવો જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application