નિયમનોનું ઉલ્લંઘન કરનારા અનેક વાહનચાલકો દંડાયા
યાત્રાધામ દ્વારકા નગરીમાં ભકતો મોટી સંખ્યામાં આવતા હોય છે. ત્યારે શહેરમાં વાહન પાર્કીંગ તેમજ ટ્રાફીકના નિયમ અંગે ટ્રાફીક પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ રાખવામાં આવતી હોય છે. દ્વારકામાં થોડા દિવસ પહેલા જ ટ્રાફીક પોલીસમાં ચાર્જ સંભાળતા પીઆઈ આકાશ બારસીયાએ દ્વારકામાં ટ્રાફીકની ખાસ ડ્રાઈવ કરીને ટ્રાફીકના નિયમોનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી.
દેવભુમિ દ્વારકાના જીલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ધાર્મિક નગરી દ્વારકામાં ટ્રાફીક અંગે કડક કાર્યવાહીની સુચના મળતા ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા ટ્રાફીક પોલીસને ટ્રાફીકના નિયમોનુ પાલન કરવા તેમજ નિમયોનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવાની પીઆઈ આકાશ બારસીયાને સુચન કર્યુ હતુ.
જેની સાથે જ સર્વેલન્સ ટીમ ડી.એ. વાલા, પીએસઆઈ કે.કે.મારુ દ્વારા શહેરમાં વિવિધ ચોક અને માર્ગ પર ટ્રાફીક ડાઈવ કરવામાં આવી હતી. જે દરમિયાન અનેક વાહન ચાલકો ટ્રાફીકના નિયમ ભંગ કરવા બદલ દંડાયા હતા. જેમાં આડેધડ પાર્કીંગ, નંબર પ્લેટ વિનાના વાહનો, કારમાં કાળા કાચ, ધુમ સ્ટાઈલના બાઈકર્સ ગેંગ સહીતના નિમયો ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. કેટલાક વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech