BREAKING NEWS

ચાઇનીઝ દોરી સામે રક્ષણ માટે ટ્રાફિક દ્વારા 250 વાહનોમાં સેફટી ગાર્ડ લગાવાયું

  • January 07, 2026 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ જીવલેણ ચાઇનીઝ દોરીથી ગળા કપાવવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આ પ્રકારની ઘટનાઓને રોકવા એકતરફ શહેર પોલીસ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા શખ્સો પર ધોંસ બોલાવી રહી છે ત્યારે બીજી બાજુ ટ્રાફિક પોલીસે ટુ વ્હીલર ચાલકોના વાહનમાં સેફટી ગાર્ડ લગાવી માનવ સેવાનું ઉમદા કાર્ય કર્યું હતું.


રોડ સેફટી મંથ અંતર્ગત રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી સીપી મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ ડીસીપી ટ્રાફિક ડૉ. હરપાલસિંહ જાડેજા, એસીપી ટ્રાફિક આર એસ બારીયા અને એમ એમ લાલીવાલ દ્વારા ઉત્તરાયણ પર્વ નજીક આવતો હોય ત્યારે જીવલેણ ચાઇનીઝ દોરી વડે કોઈને ઇજા ન પહોંચે તેવા હેતુથી આજે સવારે અગિયાર વાગ્યાંથી બપોરે એક વાગ્યાં દરમિયાન કોટેચા ચોક ખાતે રોડ સેફટી મંથ અંતર્ગત લોકોની સલામતી અને રક્ષણ માટેના હેતુથી ટ્રાફિક શાખાના પીઆઈ આર જી બારોટ, એમ ડી ગઢવી, જે એસ ગામીત અને એમ જી વસાવા તેમજ પીએસઆઈ એસ.એમ.સૈયદ દ્વારા પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન ગ્રુપને સાથે રાખી 250 જેટલાં ટુ વ્હીલ ચાલકોના વાહનમાં વિનામુલ્યે સેફટી ગાર્ડ લગાડી ઉત્તમ માનવ સેવાનું ઉદાહરણ પૂરુ પાડવામાં આવ્યું હતું. આ તકે પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન ગ્રુપના જતીનભાઈ ટીલારા, દર્શીતભાઈ ટીલારા, સાવનભાઈ ચૌહાણ, હર્ષવર્ધનભાઈ ભાલારા તેમની ટીમ સાથે હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application