ભાવનગર જિલ્લાના જેસર પંથકના ચોડા ગામે રહેતા અને રોડ કંપનીમાં સુપરવિઝન કરતા અરજદારને આવક વેરા વિભાગ દ્વારા તેમના નામે કરાયેલા રૂપિયા ૧૯.૯૨ કરોડની ખરીદીના વ્યવહારોના આધાર પુરાવા રજુ કરવા નોટીસ ફટકારતા અરજદાર ચોંકી ગયા હતા. અને તાબડતોબ આવક વેરા, જીએસટી અને પોલીસમાં પોતાના પાન તેમજ આધાર કાર્ડનો ઉપયોગ કરી તેના નામે ફ્રોડ કરવામાં આવ્યું હોવાની અરજી આપી હતી. જેસર તાલુકાના ચોક ગામે રહેતા અને રોડનું કામ કરતી એજન્સીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા ઓમદેવસિંહ નિરૂભા સરવૈયાએ જેસર પોલીસ મથકમાં અરજી આપી હતી કે, મારા આધાર કાર્ડ અને પાન કાર્ડનો કોઈ અજાણ્યા શખસએ ગેરઉપયોગ કર્યો છે, જીએસટી નંબર લઈને અલગ અલગ બે કંપનીઓ ઉભી કરી દીધી હતી, તેમજ તે ખાતામાં લેવડ દેવડની નોંધ પણ કરવામાં આવી છે. જે બાબતે પોતે કશું જ જાણતા નથી. આ મામલે આવક વેરા વિભાગે તપાસ કરતા જીએસટી ઓફિસ મોકલવામાં આવ્યા હતા, ત્યા તપાસ કરતા બે જુદી જુદી કંપનીઓના નામે વ્યહારો કરવામાં આવ્યા હોવાનું જણાવાયુ હતુ, એકમાં ભાવનગર અને બીજામાં અમદાવાદનું સરનામું હોવાનું જણાયું હતું. આ મામલે પોતે કશું જાણતા નહી હોવાનું અરજીમાં જણાવ્યું હતું. હાલ અરજીન આધારે જેસર પોલીસે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech