સુપ્રીનટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ એન્ડ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન કચેરીના એડિશનલ કલેક્ટર એસ.એન.પરીખની બદલી સરકારે અમદાવાદ ઝોનના એડિશનલ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન તરીકે કરી છે. અત્યાર સુધી આ પોસ્ટનો હવાલો ગેસ કેડરના બી.બી.મોડિયા પાસે હતો.
બી.બી.મોડીયાને એડિશનલ કલેક્ટર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન ગાંધીનગરમાં મૂકવામાં આવ્યા છે.
આ ઉપરાંત મહેસાણામાં એડિશનલ ચીટનીશ તરીકે ફરજ બજાવતા મામલતદાર મિતલબેન પટેલની બનાસકાંઠા જિલ્લાના વાવમાં બદલી કરવામાં આવી છે. નાયબ મામલતદાર કેડરમાં ફરજ બજાવતા રાજકોટના મિતેશ ભાવસાર, અશ્વિનભાઈ દોશીને કામચલાવ ધોરણે પ્રમોશન આપીને અનુક્રમે બનાસકાંઠા જિલ્લાના લખણીમાં તથા મોરબી ખાતે મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત નવસારીના પ્રવીણભાઈ પટેલ અને પંચમહાલના મહેશભાઈ વાઘેલાને પણ નાયબ મામલતદારમાંથી મામલતદાર તરીકેના પ્રમોશન આપવામાં આવ્યા છે.
નાયબ મામલતદારોમાંથી મામલતદારમાં પ્રમોશન આપવા માટેનો કેસ હાઇકોર્ટમાં ચાલુ છે. આ કેસનો જે ચુકાદો આવે તેને આધીન આ પ્રમોશન આપવામાં આવ્યા છે. નવસારીના પ્રવીણ પટેલને તારીખ 31- 10- 2021 ની અસરથી પ્રમોશન આપવામાં આવ્યું છે.
આવા અન્ય એક હુકમમાં ક્લાસ વન ઓફિસર તરીકે અમદાવાદમાં નાયબ અન્ન નિયંત્રક તરીકે ફરજ બજાવતા કુમારી મૃણાલદેવી ગોહિલની ટ્રાન્સફર ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે કરવામાં આવી છે.
રેવન્યુ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ અત્યાર સુધી એક સાથે બદલીનો મોટો ઘાણવો નીકળી જતો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી છૂટક છૂટક ઓર્ડર થઈ રહ્યા છે અને તેમાં નાયબ મામલતદારથી માંડી એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારીઓની ટ્રાન્સફર તથા પ્રમોશન થઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech