BREAKING NEWS

હું રાજકોટ કિન્નર અખાડાની ગાદીપતી મીરા દે... કહી કિન્નરોએ કોન્સ્ટેબલ સાથે મારામારી કરી, કપડા ઉંચા કરી બેફામ વાણીવિલાસ કર્યો

  • October 07, 2025 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટ્રાફિકથી ધમધમતા એવા સાંગણવા ચોક પાસે ટ્રાફિક પોલીસ અને કિન્નરો વચ્ચે ડખ્ખો થયો હતો. કોન્સ્ટેબલે આગળ રીક્ષા માટે પ્રવેશ મનાઇ છે તેમ કહેતા જ અંદર બેસેલ મીરા દેએ માથાકૂટ કરી. અન્ય કિન્નરોને બોલાવ્યા અને કપડાં ઊંચા કરી બેફામ વાણી વિલાસ કરી કોન્સ્ટેબલ સાથે મારામારી કરી હતી. જે અંગે ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલની ફરિયાદ પરથી ગુનો નોંધાયો છે.


ફરિયાદમાં જણાવેલા નામો

ટ્રાફિક શાખામાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં હીતેન્દ્રસિંહ ગોહિલે નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સમીરા દે, ગોપી દે, નવીયા દે, ચાર્મી દે, સજના દે, ગોપી દે, વંદના દે, સંજના દે, કલપુ દે, મીરાદે, ધર્મિષ્ઠા દે, દિવ્યા દે, ખુશ્બુ દે, ગોપી દે, હિરલ દે, ગોપી દે, મીરા દે અને કંચન દેના નામ આપ્યા છે.


તમે બીજાને કેમ રોકતા નથી

ફરિયાદીએ જણાવ્યું હતું કે, બપોરના ત્રણ વાગ્યાથી રાત્રીના ૧૧ વાગ્યા સુધી તેમની નોકરી સાંગણવા ચોક ખાતે ટ્રાફિક પોઇન્ટ પર હતી. પોણા પાંચેક વાગ્યાની આસપાસ એક ઓટો રીક્ષા ઢેબર ચોક તરફથી આવતા નો-એન્ટ્રીમા પ્રવેશ કરવા જતા તે ઓટો રીક્ષા નં. GJ-03-AZ-7450ને રોકેલ તેમ છતાં તે રીક્ષાનો ચાલક તેઓ રીક્ષાની આગળ ઉભો હતાં ત્યારે રીક્ષા ચલાવીને પગ પાસે રોકેલ જેથી રીક્ષા ચાલકને કહેલ કે અહીંથી આગળ રીક્ષા માટે પ્રવેશ મનાઇ છે તેમ કહેતા તે રીક્ષામા બેસેલ એક કીન્નર તથા અન્ય એક લાંબા વાળ વાળો વ્યક્તિ બન્ને જણા રીક્ષામાથી નીચે ઉતરી કહેવા લાગેલ કે, તમે બીજાને કેમ રોકતા નથી.


તમે મને ઓળખતા નથી 

જેથી તેને કહેલ કે, ફક્ત ટુ-બિહલર ચાલકને એન્ટ્રી છે. જેથી તેમને રોકતો નથી તેમ કહેતા તે રીક્ષા ચાલક પણ નીચે ઉતરી અને તેમના મોબાઇલમા વીડિયો ઉતારવા લાગેલ અને જે કિન્નર હતા તે જોર-જોરથી તાળીઓ પાડી તેમજ બૂમો પાડી કહેવા લાગેલ કે, હું રાજકોટ કિન્નર અખાડાની ગાદીપતી મીરા દે છું, તમે મને ઓળખતા નથી અમારી રીક્ષા કોઈ રોકતું નથી અને હમણા જો હું અમારા બધા કિન્નરોને અહીં ભેગા કરૂ છું તેમ કહી તેમને કોઈને ફોન કરેલ અને થોડીજ વારમાં ત્યા આશરે સાત-આઠ કિન્નરો આવી ગયેલ હતાં.


કપડા ઉંચા કરી દેકારો કર્યો

દરમિયાન કિન્નરો જોરજોરથી રાડો અને ગાળો બોલવા લાગેલ અને પોતાના કપડા ઉંચા કરી દેકારો કરવા લાગેલ જેથી તેમને કહેલ કે, તમે આવુ બધુ ન કરો તેમ કહેતા તે બધા કિન્નરો તથા તેની સાથે રીક્ષામા બેસેલ લાંબા વાળ વાળો વ્યક્તિ તથા રીક્ષા ચાલક મળી ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને જોરજોરથી ગાળો બોલતા હતા. બાદમાં રાહદારી માણસો પણ ભેગા થઈ ગયેલ અને તેમને છોડાવેલ હતાં. ત્યારે તે બધા કિન્નરો ગાળો બોલી અને દેકારો કરતા હોય જેથી ટ્રાફિક કંટ્રોલમા ફોન કરેલ અને પોલીસ મદદ માગેલ અને ત્યારે તે રીક્ષા ચાલક તથા તેની સાથે અન્ય લાંબા વાળ વાળો વ્યક્તિ રીક્ષા લઈ ત્યાથી ભાગી ગયેલ અને થોડીવારમા પોલીસના માણસો આવી ગયેલ હતાં. જે બાદ ફરીયાદ નોંધાવતા એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી કિન્નરોની અટક કરી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application