BREAKING NEWS

જામનગર : જામજોધપુર તાલુકાના ગ્રામજનોને રાજકોટ અને પોરબંદર આવાગમન વધુ સરળ બનશે

  • November 12, 2025 01:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પશ્ર્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ અને પોરબંદર વચ્ચે બે નવી લોકલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નં. ૦૯૫૬૧ રાજકોટ-પોરબંદર ૧૪ નવેમ્બરથી રાજકોટ સ્ટેશનથી સવારે ૧૦.૩૦ વાગ્યે લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવશે. આ ટ્રેનના શરૂ થવાથી જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગ્રામજનોને આવાગમન વધુ સરળ બનશે. 


ટ્રેન સંખ્યા ૫૯૫૬૧/૫૯૫૬૨ રાજકોટ-પોરબંદર લોકલ દરરોજ ટ્રેન નંબર ૫૯૫૬૧ રાજકોટ-પોરબંદર લોકલ ૧૫ નવેમ્બર, ૨૦૨૫થી દરરોજ રાજકોટ સ્ટેશનથી સવારે ૮.૩૫ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૧૩.૧૫ કલાકે પોરબંદર સ્ટેશન પહોંચશે. આ જ રીતે, ટ્રેન નંબર ૫૯૫૬૨ પોરબંદર-રાજકોટ લોકલ ૧૫ નવેમ્બર, ૨૦૨૫થી દરરોજ પોરબંદરથી ૧૪.૩૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૧૮.૫૫ કલાકે રાજકોટ સ્ટેશન પહોંચશે.


આ ટ્રેન સંખ્યા ૫૯૫૬૩/૫૯૫૬૪ રાજકોટ-પોરબંદર લોકલ સપ્તાહમાં પાંચ દિવસ ટ્રેન નંબર ૫૯૫૬૩ રાજકોટ-પોરબંદર લોકલ ૧૬ નવેમ્બરથી સપ્તાહમાં પ દિવસ (બુધવાર અને શનિવાર સિવાય) રાજકોટ સ્ટેશનથી બપોરે ૧૪.૫૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૨૦.૩૦ કલાકે પોરબંદર સ્ટેશન પહોંચશે. આ જ રીતે, ટ્રેન નંબર ૫૯૫૬૪ પોરબંદર-રાજકોટ લોકલ ૧૫ નવેમ્બરથી સપ્તાહમાં પ દિવસ (ગુરુવાર અને રવિવાર સિવાય) પોરબંદર સ્ટેશનથી સવારે ૭.૫૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૧૨.૩૫ કલાકે રાજકોટ સ્ટેશન પહોંચશે. તમામ ટ્રેનો બંને દિશાઓમાં ભક્તિનગર, રીબડા, ગોંડલ, વીરપુર, નવાગઢ, જેતલસર, ધોરાજી, ઉપલેટા, પાનેલી મોટી, જામજોધપુર, બાલવા, કાટકોલા, વાંસજાળિયા અને રાણાવાવ સ્ટેશનો પર ઊભી રહેશે.


આ ટ્રેનોના તમામ કોચ જનરલ એટલે કે અનારક્ષિત (અનરિઝર્વ્ડ) હશે.  ટ્રેન સંખ્યા ૦૯૫૬૧ રાજકોટ-પોરબંદર લોકલ ઉદ્ધાટન સ્પેશિયલની વિશેષ ઉદ્ધાટન યાત્રાનો શુભારંભ કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને ખેલ મંત્રી ડો. મનસુખ માંડવિયા, રાજ્યના કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયા, સાંસદ પરશોત્તમ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરિયા, સાંસદ કેસરીદેવસિહ ઝાલા, રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટના ધારાસભ્યો ઉદય કાનગડ, ડો. દર્શિતા શાહ, ભાનુબેન બાબરીયા, રમેશ ટીલાળા સહિત અન્ય ગણમાન્ય અતિથિઓ દ્વારા ૧૪ નવેમ્બર, ૨૦૨૫ (શુક્રવાર)ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે રાજકોટ સ્ટેશનથી ટ્રેન ને લીલી ઝંડો બતાવીને કરવામાં આવશે. આ ટ્રેન ઉપરોક્ત તમામ સ્ટોપેજ સહિત તે જ દિવસે બપોરે ૧૪.૪૦ કલાકે પોરબંદર પહોંચશે.


ટ્રેન નંબર ૧૯૫૭૨ પોરબંદર-રાજકોટ એક્સપ્રેસના સમયમાં ફેરફાર: ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત ટ્રેનો ચલાવવા માટે ટ્રેન નંબર ૧૯૫૭૨ પોરબંદર-રાજકોટ એક્સપ્રેસના સમયમાં ફેરફાર કરવામાં આવશે. આ ટ્રેન પોરબંદરથી તેના વર્તમાન નિર્ધારિત સમય ૧૪.૩૫ કલાકને બદલે ૧૬.૦૦ કલાકે ઉપડશે તથા રાજકોટ સ્ટેશન પર ૧૮.૫૫ કલાકને બદલે ૨૧.૨૦ કલાકે પહોંચશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application