BREAKING NEWS

જામકંડોરણાના હાટકેશ્વર મહાદેવ મંદિરે વૃક્ષારોપણ કાર્યક્રમ સંપન્ન

  • June 29, 2026 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામકંડોરણાના હાટકેશ્ર્વર મહાદેવ મંદિરે વૃક્ષારોપણ કાર્યક્રમ સંપન્ન

હાટકેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પર્યાવરણ જાળવણીના ઉમદા હેતુ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બલુઅદા દ્રારા વિધિવત રીતે વૃક્ષનું પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ભગીરથ કાર્ય અંતર્ગત મંદિરના પટાંગણમાં કુલ ૨૦૦ જેટલા વૃક્ષો અને ફલછોડ વાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમની સાથે અશોકસિંહ વાઘેલા, ગોવિંદભાઈ રાણપરીયા, નાજાભાઈ ભરવાડ, વિપુલભાઈ ગીણોયા તાલુકા વિકાસ અધિકારી વામજા, પીજીવીસીએલ એન્જિનિયર ફોરેસ્ટરો અને પોલીસના મિત્રો સહિતના અન્ય અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application