વિરાંજલિ સમિતિ તેમજ જીટીપીએલ દ્રારા વતનના વિસરાયેલા વીરોની વાત રજૂ કરતો ક્રાંતિવીરોનો સર્વપ્રથમ મલ્ટી મીડિયા શો વિરાંજલિ ૨.૦ સાણદં ખાતે ભવ્યતાથી યોજાઈ ગયો. સાંઈરામ દવે લિખિત અને અભિનીત આ શો આશરે પચાસ હજાર લોકોએ માણ્યો. કાર્યક્રમ નિહાળી ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા.
દેશને આઝાદી અપાવવા માટે શહીદ ભગતસિંાહ, રાજગુરૂ અને સુખદેવે હસતામોઢે બલિદાન આપ્યા હતા તેની યાદમાં આજે પણ એ દિવસને શહીદ દીન તરીકે ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં છેલ્લ ા ૧૭ વર્ષથી પ્રદિપસિંહ વાઘેલાની પ્રેરણાથી શહીદ દીનની ઉજત્તણીના ભાગરૂપે બકરાણા અને સાણદં ખાતે વિરાંજલિ કાર્યક્રમ ઉજવાય છે આ વર્ષે ક્રાંતિવીરો પરનો સર્વપ્રથમ મલ્ટીમીડિયા શો વિરાંજલિનું સાણંદમાં ભવ્ય આયોજન કરાયુંહ તું. જેમાં સાંઈરામ દવે લિખિત અને અભિનીત આ શો ૧૦૦થી વધુ રંગભૂમિના કલાકારો દ્રારા રજૂ કરાયો હતો. પચાર હજારથી વધારે લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમને જબ્બર પ્રતિસાદ મળ્યો હતો અને ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા. ગત ૨૩મી માર્ચ ભગતસિંહ સુખદેવ અને રાજગુના શહીદ દિન નિમિત્તે સાણદં ખાતે ક્રાંતિવીરોનો સર્વપ્રથમ મલ્ટીમીડિયા શો વિરાંજલી ૨.૦ યોજાઈ ગયો.
જે કાર્યક્રમમાં ભગતસિંહના નાનાભાઈ ફુલરતાર સિંઘના પુત્ર કિરણજીતસિંહ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ જોઈને તેમણે કહ્યું કે, મેં ભારત દેશમાં આવો કાર્યક્રમ કયાંય જોયો નથી.. સુખદેવજીના પરિવારમાંથી અનુજ થાપર, રાયગુજી ના પરિવારમાંથી સત્યશીલ રાયગુ તથા દુર્ગાભાભીના પરિવારમાંથી જગદીશ ભટ્ટે દીપ પ્રાગટ કયુ હતું, આ શહીદોના સ્વજનો સર્વપ્રથમ વાર ગુજરાતમાં પધાર્યા. વીરાંજલિ સમિતિએ તેમનું ભવ્ય સ્વાગત કયુ હતું.પ્રદિપસિંહ વાઘેલાની પ્રેરણાથી છેલ્લ ા ૧૮ વર્ષથી યોજાતા આ કાર્યક્રમને આશરે ૫૦ હજાર લોકોએ ખૂબ માણ્યો હતો. આશરે ૧૦૦થી વધુ કલાકારોના કાફલા સાથે સાંઈરામ દવે દ્રારા લિખિત અને અભિનીત આ વિરાજલીએ દર્શકોને આશરે ત્રણ કલાક સુધી જકડી રાખ્યા હતા. આ કાર્યક્રમનું દિગ્દર્શન વિરલ રાચ્છે કયુ હતું તથા પરિકલ્પના અમિત દવે એ કરી હતી. વીર સાવરકરજીને મચં પર સાંઇરામે સજીવન કર્યા હોય એવું લાગ્યું. આઝાદ હિન્દ ફોજની સર્વ પ્રથમ મહિલા જાસુસ કેપ્ટન નિરા આર્યની યાતના ના દ્રશ્યોએ ઉપસ્થિત જનમેદની ની આંખો ભીંજાવી હતી. સાણદં ખાતે બહોળી સંખ્યામાં સ્વયંભૂ એકઠી થયેલી જનમેદની જોઈ વીરાંજલિ સમિતિ વતી પ્રદિપસિંહ વાઘેલાએ સૌનો આભાર માન્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech